જૂનાગઢના નામ પર લાગી નકલી રિસિપ્ટ કૌભાંડની કાળી ટીલી, આ ત્રણ કૌભાંડીઓનો ખેલ
ગુજરાતના 10 જિલ્લામાં 45 સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર SRP અને CRPFનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અતિસંવેદનશીલ કેન્દ્રોમાં છોટાઉદેપુર, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ અને બોટાદ સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે.
સાગર ઠાકર, જૂનાગઢ : જૂનાગઢમાં એસઓજીએ નકલી રિસિપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે ત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે દોલતપરા વિસ્તારમાં રહેતા આરોપીના ઘરે દરોડા પાડી 45 હજારનો મુદ્દામાલ કબજે કરી 47 લોકો સામે ફરિયાદ કરી છે. તો પોલીસે સમગ્ર કૌભાંડ મામલે સંકળાયેલા લોકો અંગે પણ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં નકલી રિસિપ્ટ મામલે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, જેમણે ગેરરીતિ કરવાની કોશિશ કરી છે તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે કડક વ્યવસ્થા હોવાના કારણે કોઈપણ ગેરરિતી થવાની શક્યતા નથી.
Corona virus : આડીઅવળી વાતને બદલે ગુજરાતના મુખ્યમંત્રીની સોય ઝાટકીને સ્પષ્ટતા
આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડફ્લોર પર વર્ગખંડની વ્યવસ્થા કરાઈ છે. આ સિવાય પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો CCTVથી સજ્જ રાખવાના આદેશ અપાયા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVના રેકોર્ડીંગ એકત્ર કરાશે. આ બોર્ડની પરીક્ષા 21 માર્ચના રોજ પૂર્ણ થશે.
ગુજરાતમાં દારૂનું એક્ટિવા ! હકીકત જાણવા માટે કરો ક્લિક
ગુજરાતના 10 જિલ્લામાં 45 સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર SRP અને CRPFનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અતિસંવેદનશીલ કેન્દ્રોમાં છોટાઉદેપુર, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ અને બોટાદ સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. પરીક્ષાઓમાં અનેક વાર ગેરરીતિ અને કોપીકેસની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક તકેદારીના પગલા પણ લેવાયા છે. એટલે કે વિદ્યાર્થીઓને તમામ વસ્તુઓ બ્લોક બહાર રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓએ બૂટ, ચપ્પલ અને મોજા પહેરીને પરીક્ષાખંડમાં પ્રવેશ કરી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube