તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આજે નેશનલ રોડ સેફટી માસ અન્વયે અનોખી રીતે રોડ સેફટી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સહકારી સંઘની ચૂંટણીમાં આદેશની ઐસીતૈસી; ગુજરાતમાં BJP પૂર્વ ધારાસભ્ય સામે ઉકળતો ચરૂ


હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે
મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે નકલી યમરાજને સાથે રાખી હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને જાગૃતિના ભાગરૂપે અત્યારે નકલી યમરાજ હાલમાં ખાલી ગદા મારે છે પણ હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે તો યમરાજ લઈ જશે અને પરિવાર રખડી પડશે એવી સમજણ આપવાની અનોખી કામગીરી શરૂ કરી છે.


હવે ગુજરાત સહિત દેશમાં ગાયના ગોબરથી ચાલશે કાર; એક બે નહીં હશે 100 ગોબર ગેસ પ્લાન્ટ!


મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લીધો
રોડ સેફટી અભિયાન હેઠળ જે વાહનચાલક હેલ્મેટ સાથે આવ્યો હોય તો તેનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવે છે અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવે છે..આમ લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવા મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.


BREAKING:બનાસકાંઠાનું કાંકરેજ અને અંકલેશ્વરમાં નેશનલ હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો