• આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા યુવાને અંતિમ પગલું ભર્યું

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    મુળ સૌરાષ્ટ્રના મહુવાના વતની તેવા યુવાને કંટાળીને આત્મહત્યા કરી

  • રત્નકલાકારી કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હતો યુવાન


સુરત : શહેરમાં આત્મહત્યા, હત્યા, બળાત્કાર વગેરે જેવા કિસ્સાઓ છાશવારે બનતા રહે છે. હાલમાં જ એક વિદ્યાર્થીએ પોતાના ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. શનિવારે એક યુવકે લગ્નના માત્ર એક જ વર્ષમાં બેંકની લોન નહી ભરી શકવાના કારણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પરિવારે એકના એક મોભને ગુમાવવાનો વારો આવ્યો છે. 


જહાંગીર પુરા પોલીસના અનુસાર યુવક આર્થિક સંકડામણનો સામનો કરતો હતો. બેંક લોનના હપ્તા નહી ભરી શકવાના કારણે તે છેલ્લા ઘણા સમયથી ટેન્શનમાં પણ હતો. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા યુવક મેહુલ દેવરાજ દેવગણીયા આપઘાત કરી પરિવાર શોકમાં ગરક થઇ ચુક્યો છે. મરનાર યુવકના માતા-પિતા, નાના ભાઇ અને પત્ની સાથે રહે છે. મેહુલના લગ્નને હજી એક જ વર્ષ પહેલા થયા હતા. 


મુળ મહુવાનો વતી મેહુલ રત્નકલાકાર તરીકે કામ કરે છે. આખા પરિવારનું ભરણ-પોષણકરતો હતો. જો કે પરિવારના કમાઉ સભ્યના મોત બાદ પરિવારનો આર્થિક સહારો ગુમાવી દીધો છે. લોન ઉઘરાવવાના કારણે આપઘાત કર્યો કે અન્ય કોઇ કારણ તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. અત્રે નોંધનીય છે કે, બેંકના કર્મચારીઓ વારંવાર ઉઘરાણી કરતા હોવાના કારણે યુવક પરેશાન હતો. 


મેહુલે જહાંગીરપુરા કનાદ ફાટક નજીકની નહેર પર મિત્ર સાથે ગયો હતો. ત્યાં તેણે મિત્રની નજર ચુકવીને ઝેરી દવા પી લીધી હતી. જો કે દુર્ગંધ આવતા મિત્રએ પુછતા તેણે ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. તત્કાલ તેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને પરિવારને પણ આ અંગે જાણ કરી હતી. જો કે ફરજ પરના ડોક્ટર સારવાર કરે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube