• PM મોદીના રોડ શોમાં કેસરી ટોપી આકર્ષણનું કેન્દ્ર

  • સુરતના લક્ષ્મીપતિ મિલમાં તૈયાર કરાઈ છે આ ટોપી

  • પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ડિઝાઈન કરી છે નક્કી

  • કોટન કાપડ પર તૈયાર કરેલી ટોપીમાં ભાજપ લખાયું છે

  • કોઈ પણ તરફથી ટોપી પહેરીએ તો ભાજપ સ્પષ્ટ વાંચી શકાય છે


ચેતન પટેલ/સુરત :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ત્રણ રોડ શો કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પીએમ મોદીના કાર્યક્રમમાં કેસરી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની હતી. નેતાઓથી લઈને તમામ કાર્યકરો આ ટોપી પહેરતા જોવા મળ્યા હતા. ત્યારે આ ટોપી વિશે ખાસ માહિતી સામે આવી છે. આ ટોપી સુરતના જાણીતા ટેક્સટાઈલ ગ્રુપ લક્ષ્મીપતિ મિલ દ્વારા બનાવાઈ છે. આ ટોપીની ડિઝાઈન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરી છે. આ ટોપીને કોટનના કાપડથી તૈયાર કરાયેલી છે. જેના પર ભરતકામ કરાયેલી પટ્ટીથી ગુજરાતીમાં ભાજપ લખવામાં આવ્યું છે. સાથે જ પ્લાસ્ટિકના મટિરિયલ સાથે કમળ પણ દોરવામાં આવ્યું છે. સાથે જ ટોપીને કોઈ પણ તરફથી પહેરીએ તો ભાજપ સ્પષ્ટ વાંચી શકાય છે. પાર્ટીના આદેશ બાદ આ મિલમાં 7 હજાર જેટલી ટોપીઓ તૈયાર કરાઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ટોપી આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. અત્યાર સુધી તમામ કાર્યકર્તાઓ ખેસ પહેરતા જોવા મળતા હતા. પરંતુ પહેલીવાર એક કેસરી ટોપીએ આકર્ષણ જમાવ્યુ. પીએમ મોદીના રોડ શોમાં તેમણે પહેરેલી ટોપી સૌથી વધુ ચર્ચાઈ રહી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. 


આ પણ વાંચો : અનોખી ભક્તિ : હાથમાં સળગતો દીવો લઈને માઈ ભક્ત ચઢી ગયા ગિરનારના 5000 પગથિયા 


ટોપીની ડિઝાઈનમાં સીઆર પાટીલનો મુખ્ય રોલ
અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમ હતાં. આ કાર્યક્રમ દરમિયાન વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ રેલીમાં સૌ કોઈનું આકર્ષણ કેન્દ્ર કેસરી ટોપી બની હતી. આ ટોપી ગુજરાતના જ ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં તૈયાર કરવામાં આવી છે. સુરતની જાણીતી ટેક્સ્ટાઈલ ગ્રૂપ લક્ષ્મીપતિ મિલમાં આ ટોપી તૈયાર કરવામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે આ ટોપીની ડિઝાઈન કરવા પાછળ બીજા કોઇ ફેશન ડિઝાઇનર નહિ, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો જ હાથ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આ ટોપીની ડિઝાઇન નક્કી કરી છે. 



ટોપી સીધી પહેરો કે ઊંધી ભાજપ સ્પષ્ટ વંચાય
આ ટોપી અન્ય પોલિટિકલ પાર્ટીમાં જોવા મળે છે તેવી ટોપી નથી. તે ખાસ કોટનમાંથી બનાવવામાં આવી છે. તેના ઉપર ભરતકામ કરેલી પટ્ટીમાં ગુજરાતીમાં ભાજપ લખવામાં આવ્યું છે. તેમજ પ્લાસ્ટિકના મટીરીયલ સાથે કમળ પણ દોરવામાં આવ્યું છે. ટોપીની ખાસિયત એ છે કે તેને સીધી પહેરો કે ઉંધી તેમાં ભાજપ સ્પષ્ટપણે વાંચી શકાય છે. અત્યારે પાર્ટીના આદેશથી 5 થી 7 હજાર ટોપીઓ તૈયાર કરવામાં આવી છે. પણ આવનારા વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીના નેતાઓ દ્વારા આ ટોપીઓ પહેરવાની સૂચના હોય હજી પણ સુરતને ઓર્ડર મળે તેવી પુરેપુરી શકયતા છે.