રાજેન્દ્ર ઠક્કર/ભુજ: આજે કચ્છનો મીની તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામે કચ્છના મીની તરણેતરનો ઓળખાતો મેળો આજે ખુલ્લો મુકાયો ચાર દિવસ ચાલતો આ મેળાનું ગુજરાતના મંત્રી વાસણ આહીરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ગુજરાત ભરમાંથી લોકો અહી આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છનો આ મેળો મીની તરણેતરનો મેળો તરીકે ઓળખાય છે. આજથી 4 દિવસ માટે ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં કચ્છ અને બૃહદ કચ્છનાં લોકો પણ આવે છે. 4 દિવસીય મેળામાં મનોરંજન તેમજ દરેક જાતની વસ્તુઓનાં સ્ટોલ ચગડોળ સહિતનાં સાધનો હોય છે. ગામડાં માંથી લોકો અહીં યક્ષ દેવની (ખીર,મીઠા,ભાત) પહેડી પણ કરે છે. આ લોકો અહીં યક્ષ બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે. લગ્ન થયેલા નવા જોડલા હોય કે નાનું બાળક અહીં અચૂક શીશ ઝુકાવે છે.


રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બોલ્યા ભાજપને જ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ


સદીઓ પુરાણો આ મંદિરનો ઈતિહાસ છે. અહીં મેળો ભરાય આરતી પૂજન પહેડી અને ગામના લોકો એક દિવસ પાંખી(બંધ) પાડીને અહીં દર્શનાર્થે આવે છે. આ ઐતિહાસિક સ્થળને હવે ગુજરાતના પ્રવાસનમાં સ્થાન મળે તેવા પ્રયત્નોની દરખાસ્ત પણ મુકાશે.  કચ્છમાં આ મોટા મેળામાં કેટલાયે લોકો બહારથી પણ આવતા હોય છે.


નર્મદા ડેમ સંપૂર્ણ એટલે 138.68 મીટર સુધી ભરાય તો ગુજરાતને શું થશે ફાયદો


આ મેળામાં 700 વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે. 17 એકરમાં ફેલાયેલો આ મેળો કચ્છનો સૌથી મોટો મેળો છે. મેળામાં કટલેરી,ખાણી-પીણી,ચકડોળ,ઇલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડીમેડ કપડાં, સર્કસ સહીતની નાની મોટી બજારો -  સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ અને એસટીની વ્યવસ્થા 24 કલાક સુધી ઉપલબ્ધ મેળામાં કોઇ અઘટનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 


જુઓ Live TV:-