સુરત: જાણીતા સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાક શર્માનું નિધન થતા સાહિત્ય જગતમાં શોક ફેલાઇ ગયો છે. લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહેલા ભગવતીકુમાર શર્માએ સુરત ખાતે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ભગવતીકુમાર શર્માએ સાહિત્ય જગતમાં પોતાની કિર્તી એવી રીતે દર્શાવી કે તેમના સ્વર્ગવાસ બાદ પણ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય આપણી વચ્ચે આજે પણ જીવતુ રહેશે. ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્યમાં નવલકથા,ટૂકી વાર્તાઓ,કવિતાઓ, લેખો, તથા ગઝલો માટે જાણીતા કવિ તરીકે પણ ઓળખાય છે. તેમણે 80થી વધારે પુસ્તકો પણ લખ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય રૂપાણીએ ભગવતીકુમાર શર્માના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૂર્ધન્ય સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના  સુરતમાં થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી સદ્દગત ને શ્રધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સદ્દગતને ભાવાંજલી આપતા કહ્યું કે, ભગવતી કુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકાર ક્ષેત્રને ન પુરાય તેવી ખોટ પડી છે


ડિયર જિંદગી: જીવન એક સફર છે, મંજિલ નહીં...


સાહિત્ય ક્ષેત્રે ભગવતી કુમારના નામે અનેક પુરસ્કારો
ભાગવતી કુમાર શર્માના નામે અનેક એવોર્ડ અને પુરસ્કારો સામેલ થયેલા છે. જેમાં તેમને 1977માં કુમાર સુવર્ણ ચંદ્રક તથા 1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. જ્યારે 1988માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1999માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત કરવામાં આવી હતી. 1999માં ભગવતીકુમાર શર્માને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો 2003માં તેમને કલાપી પુરસ્કાર મળ્યો હતો. 2011માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. 2017માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહીત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.