ઘરની વાત બહાર આવતા પદ્મીનીબા વાળાએ પતિ વિશે કર્યો ખુલાસો, વાયરલ ઓડિયોનો આપ્યો જવાબ
Rupala Controversy : ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાનો કથિત ઓડિયો વાયરલ, અજાણી વ્યક્તિ સાથેની વાતચીત કરતો ઓડિયો વાયરલ, પતિ સાથેના વિવાદની ચર્ચાનો ઓડિયોમાં ઉલ્લેખ
Padminiba vala : ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ક્ષત્રિય આંદોલનની એ લડવૈયા છે જેમની લડત ન માત્ર રૂપાલા સામે, પરંતુ પોતાના જ સમાજના આગેવાનો સામે પણ છે. જ્યારથી રૂપાલાનું રાજપૂતો માટેનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે, ત્યારથી પદ્મીનીબા વાળા સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે પદ્મીનીબા વાળાના પતિ પિક્ચરમાં આવ્યા છે. અજાણી વ્યક્તિ સાથે પદ્મીનીબા વાળાની વાતચીત કરતો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પતિ સાથેના વિવાદની ચર્ચાનો ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે. આ ઓડિયોમાં પદ્મીનીબા વાળાના પારિવારિક ડખાની ચર્ચા કરાઈ છે.
ઓડિયોમાં શું વાતચીત થઈ
સ્થાનિક, રાજકોટઃ- બેન તમાર ઘર પાસે કોઈ માથાકુટ કે કંઈ બનાવ બન્યો?
પદ્મિનીબા વાળાઃ- ના..ના...
સ્થાનિક, રાજકોટઃ- તમારા માથે કોઈ હુમલો થયો હોય કે તમારા પરિવારમાં કોઈ ઘર્ષણ થયું હોય...
પદ્મિનીબા વાળાઃ- ના...ના....
સ્થાનિક, રાજકોટઃ- એવા સમાચાર મને આવ્યા કે આખી સોસાયટી બહાર નીકળી ગઈ, તમારા અને તમારા ઘરના સાથે કંઈ અનબન થયું અને માથાકુટ થઈ અને...
પદ્મિનીબા વાળાઃ- હા એ બધુ, એમાં તો એવું છે કે ભાઈ, અત્યારે તો શું છે કે, એ બધા બધુ કરતાં જ હોય. એ તો ઘરનો પ્રોબ્લેમ હતો....
સુરત આવેલા રણબીર કપૂરને જોવા માટે થઈ પડાપડી, ધક્કામુક્કીમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા
સ્થાનિક, રાજકોટઃ- તમારા પતિ દ્વારા કોઈ મારકુટ કરવામાં આવી, અને તમને કાઢી મુકવામાં આવ્યા, એવું કંઈ બન્યું છે.
પદ્મિનીબા વાળાઃ- ના, ના હું હાલ ભાઈના ઘરે છું, પણ એ મારા ઘરની મેટર છે.
સ્થાનિક, રાજકોટઃ- પણ બેન આ હકિકત તો છેને?...
પદ્મિનીબા વાળાઃ- હાં હકીકત છે, હાં...
સ્થાનિક, રાજકોટઃ- તમારા પતિ દ્વારા પેલી કિર્તી પટેલની બાબતથી માથાકુટ થઈ, અને એવું કંઈ ખરું...
પદ્મિનીબા વાળાઃ- આ બધુ શું સમાજ કરાવે ને?, આવુંને આવું, હું તો સમાજ માટે લડી હતી. અત્યારે શું છે મારું નામ છે, એટલું બધાને આવું બધું કરવું પડે.
સ્થાનિક, રાજકોટઃ- તમે 100 નંબર પર જાણ કરી કે ફરિયાદ કરી છે....
પદ્મિનીબા વાળાઃ- ના, ના એવું નથી કરવું મારે....
અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશે
સ્થાનિક, રાજકોટઃ- તમે સાડી કે ડ્રેસ પહેરો છો તે, પણ ફાટી ગઈ હતી. એ બધી હકીકત છે?...
પદ્મિનીબા વાળાઃ- હા, એટલે, મારા મિસ્ટરે થોડો હાથ ઉપાડી લીધો હતો. અને શું કે આ બધું કિર્તીનું અને આ બધું મારે તો બધું શું કહેવાનું હવે. આ કોણે ઉભું કર્યું હોય એ કોને ખબર?..પણ આમાં કોઈ વસ્તું તથ્ય નથી. આ બધુ બોલ બોલ કરે છે ને અને એવાને હું જવાબ દેવા માગતો નથી.
સ્થાનિક, રાજકોટઃ- આટલા વર્ષથી આપણી જોડે, તમારા પતિદેવની વહુરાણી તરીકે સેવા કરતા હોય અને તમારી ઉપર હાથ ઉપાડ્યો એ કેટલો યોગ્ય કહેવાય બેન?...
પદ્મિનીબા વાળાઃ- એ હવે કંઈ નહીં, ઘરની મેટર હતી અને જોઈ લેશું વાંધો નહીં. એ બધું હવે કંઈ કરવા નથી માંગતી. મારે મારુ ફેમિલી, છોકરાઓનું જોવાનું હોયને ભાઈ...
સુરેન્દ્રનગરમાં ગામેગામ પહોંચી રૂપાલાની આગ, ભાજપના ચાલુ કાર્યક્રમમાં ક્ષત્રિય યુવકોનો હોબાળો
ઓડિયો વિશે પદ્મીનીબા વાળાનો ખુલાસો
રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ ગઈકાલે મીડિયા સમક્ષ આવીને મોટા ખુલાસા કર્યા હતા. તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે, અમારા પરિવાર માં કોઈ ઝગડો થયો નથી. જ્યારથી સંલકન સમિતિનો વિરોધ થઈ રહ્યો છે ત્યારથી મારા આવા મેસેજ વાઇરલ કરવામાં આવી રહ્યા છે. અમુક તત્વો મને બદનામ કરવામાં લાગ્યા છે. જયરાજભાઈ મારા મોટા ભાઇ છે. હું સમાજ અને હિંદુત્વનું સારું કરવાની છું. મારા પતિ દ્વારા મને કોઈ માર મારવામાં આવ્યો નથી. મારા વિરુદ્ધ વિડીયો વાઇરલ કરવામાં આવ્યો એને હું ઇગ્નોર કરું છું. હું કહું છું મોદી સાહેબના કામોને ભૂલવા ન જોઈએ. મારી લડત રૂપાલા વિરોધમાં છે અને રહેશે. સંકલન સમિતિ વાળા વારંવાર મારો વિરોધ કરે છે. હું મારા મનથી ઘરે બેઠી છું. હાલ મારા જુના વિડીયો ખોટી રીતે વાઇરલ કરે છે.
કોણ છે પદ્મીનીબાના પતિ
તો પદ્મિની છેલ્લાં 5 વર્ષથી ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ છે. તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલું તણસવા ગામ છે. તેમના પતિ એક બિઝનેસમેન છે અને તેમને બે દીકરા છે, જેમના નામ સત્યજિતસિંહ વાળા અને પૂર્વરાજ સિંહ વાળા. તેઓ રાજશક્તિ મહિલા મંડળના 10 વર્ષથી પ્રમુખ છે.
આ ગુફામાંથી ફેલાઈ શકે છે દુનિયાની નવી મહામારી, વૈજ્ઞાનિકોએ આપી ડરામણી ચેતવણી