પ્રસિદ્ધ કુંભના મેળોનું નેતૃત્વ કરનાર સંત ગોપાલાનંદ મહારાજ 112 વર્ષની વયે થયા બ્રહ્મલીન
ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પ્રખ્યાત ગોપાલાનંદ મહારાજનું જૂનાગઢમાં બ્રહ્મલીન થયાં છે.
જૂનાગાઢ: ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પ્રખ્યાત ગોપાલાનંદ મહારાજનું જૂનાગઢમાં બ્રહ્મલીન થયાં છે. જૂનાગઢનાં સંત ગોપાલાનંદ મહારાજનું 112 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા સંત ગોપાલનંદ મહારાજનાં નિધનથી સાધુ સમાજમાં અને તેમનાં અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. મહત્વપૂર્ણ છે કે, ગોપાલાનંદ સ્વામી એ અગ્નિ અખાડાનાં વર્ષો સુધી અધ્યક્ષ રહ્યા હતા.
ઉપરાંત ભૂતકાળમાં પણ પ્રસિદ્ધ કુંભ મેળાનું ગોપાલાનંદ સ્વામીએ નેતૃત્વ કર્યુ હતુ. તેવો બીલખા ખાતે તેમના આશ્રમમાં નિવાસ કરતાં હતા. આગામી ગુરુવારે જૂનાગઢનાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમનાં અંતિમ સંસ્કાર કરાશે. જેમાં તેમની પાલખી યાત્રામાં દેશવિદેશનાં સાધુ સંતો, આગેવાનો અને ભકતો જોડાશે