જૂનાગઢ : સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.


કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે. હાલ કોરોનાની સ્થિતિને જોતા અને બાપુનો વિશાળ ભક્ત સમુહને જોતા તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. કોઇ પણ પ્રકારની અવસ્યવસ્થા ન સર્જાય તે માટે તૈયારીઓ શરૂ કરી છે.