ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર: પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ એસટી સવારી કરી છે. મોરારિ બાપુએ ભાવનગરથી મહુઆ સુધીની એસટી મુસાફરી કરી હતી. એક સમાન્ય નાગરિક જેવી રીતે એસ.ટી બસની સવારી કરે છે, તેવી જ રીતે પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુએ એસટી બસની મુસાફરી કરી હતી. મોરારિ બાપુ જ્યારે બસમાં મુસાફરી કરવા માટે જાય છે, ત્યારે સમામન્ય લોકો તેમને જોઇને અચંબામાં પડી જાય છે.


સોશિયલ મીડિયામાં બાપુનો વીડિયો થયો વાયરલ
મોરારિબાપુએ ભાવનગર જિલ્લાના મહુવાગામથી ભાવનગર સુધીની સવારી બસમાં કરતા બેઠેલા મુસાફરો પણ બાપુને જોઇને અચંબામાં પડી ગયા હતા. અને લોકોએ ભાવથી બાપુના ચરણ સ્પર્શ કરવાનો લાહવો લીધો હતો. ત્યારે બસમાં મુસાફરી કરનાર કોઇ એક મુસાફર દ્વારા જ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે, કે મોરારિ બાપુ આ પ્રકારની પ્રવૃતિઓ કરીને અનેકવાર ચર્ચામાં આવતા હોય છે.