ગૌરવ પટેલ/ અમદાવાદ : ફાયર  બ્રીગેડના જવાનોએ સંસ્મરણો વાગોળતાં એમ.એફ દસ્તુરને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સીના પીતામા ભીષ્મ ગણાવ્યા. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના તમામ કર્માચારીઓની આંખો માં આજે આસુ હતા, કેમ કે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજનન્સી સર્વિસના ચીફ ફાયર ઓફીસર એમ એફ દસ્તુર આજે વય નિવૃત થયા. જમાલપુર ફાયર સ્ટેશન ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો. જ્યાં હાજર તમામ લોકોની આંખો નમ હતી. એમ.એફ દસ્તુરના પિતાજી ફાયર એન્જ ઇમરજન્સી સર્વિસમાં હતા, ત્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેમણે ફાયર બ્રીગેડમાં જવાનો નિર્ણય કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ જેહાદનો વધારે એક કિસ્સો: આનંદ નગરની યુવતીને લગ્નનાં નામે ફસાવીને VIDEO બનાવ્યો અને...


મુળ પારસી ધર્મના દસ્તુર પારસી ધર્મમાં અગ્નીને પવિત્ર માનવામાં આવે છે. જો કે તેમણે પિતાના માર્ગે અગ્ની શમનની જવાબદારી સ્વિકારી અમદાવાદ ફાયર એન્ડ ઇમરન્સીસ સર્વિસમાં 36 વર્સ સેવા આપનાર એમ એફ દસ્તુર કહે છે કે, આગ જીવન માટે જરૂરી છે પણ જ્યારે તે જીવન માટે જોખમ કારક થાય ત્યારે માનવ ધર્મ ખાતે તેનુ શનમ કરવુ જરૂરી છે. તેઓ ૧૫ જુન ૧૯૮૩ માં જોડાયા ફાયર બ્રીગેડમાં જોડાયા હતા. 17 વર્ષના લાંબા સમય ગાળા બાદ તેમણે ૨૦૦૧ માં સ્ટેશન ઓફીસરનુ પ્રમોશન મળ્યુ ત્યારબાદ વર્ષ ૨૦૦૪ માં ડેપ્યૂટી ચીફ ઓફીસર બન્યા. વર્ષ ૨૦૦૬માં એડીશનલ ચીફ ઓફીસર સાથે ઇન્ચાર્જ ચીફ ઓફીસર બન્યા અને વર્ષ ૨૦૦૯ માં ચીફ ઓફીસર બન્યા તેમણે પોતના કાર્યકાળ દરમ્યાન અનેક લોકોની જીંદગી બચાવી અને અનેક આફતોનો સામનો કર્યો  તેમણી આવડકત અને કુશળતાને ધ્યાને લઇ સરકારે તેમમે ગુજરાત  સ્ટેટ ફાયર બ્રીગેડમા ડીરેક્ટર બનાવ્યા.


વિદેશમાં બેઠા બેઠા ગુજરાત પર કરે છે રાજ, ઇચ્છે તેને મરાવી નાખે, પોલીસ વાળ પણ વાંકો નથી કરી શકતી !


વર્ષ 2001માં આવેલા ભુંકપ વખતે તેમણે માત્ર 22 લોકોની ટીમથી 37 લોકોનો જીવ બચાવ્યો હતો જેના માટે તેમણે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા અનેક કોલ તેમમે પોતાની સેવા દરમ્યાન બજાવ્યા તેઓ આગના ઘટના સ્થળે પહોચ્યા હોય અને ફસાયેલા લોકો ન બચી શક્યા હોય અવુ બન્યુ નથી ન માત્ર આગ પણ અન્ય આકસ્મીક ઘટનાઓમાં તેમણે અનેક લોકોના જીવ બચાવ્યા છે જ્યારે તેઓ અમદાવાદ મહાનગર પાલિકામાં ફાયરમેન તરીકે જોડાયા ત્યારે માત્ર 10 ફાયર સ્ટેશન અને 200 વાહનો હતા આજે 17 ફાયર સ્ટેશન કાર્યરત છે ત્રણ થોડા સમયમાં કાર્યરત થશે અને સાધનોની સંખ્યામાં 400 ને પાર પહોચી છે એવા અનેક ફાયર ઇક્વીપમેન્ટની શોધ એમ એફ દસ્તુરે કરી જેની દેશમાં નાંધ લેવાય છે રોબોટ ફાઇટર હોય કે ડ્રોન આજે દેશની અગ્રગણ્ય ફાયર બ્રીગેડમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સમાવેશ થાય છે તેનો શ્રેય એમ એફ દસ્તુરને જાય છે વિદાય લેતા સમયે તેમણે સ્ટાફને માત્ર એટલુ કહ્યુ કે તમામનો આભાર ફાયર ને નીચે ના જોવું પડે એવું કામ કરજો.


બંધ પેપર મીલમાં સિક્યુરિટી ગાર્ડ પગ બંધાયેલી હાલતમાં મળ્યો, પોલીસ તપાસમાં થયા એવા ઘટસ્ફોટ કે...


અમદાવાદ ફાયર બ્રીગેડના નવા ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટે એમએફ દસ્તુર સાથેના પોતના સંસ્મરણો વાગોળતાં કહ્યુ કે અમે એક સાથે જોડાયા ટ્રેનીગ સાથે લીધી ૩૬ વર્ષ સાથે સેવા બજાવી તેઓએ સતત ચિંતિત રહી વિભાગની સેવા કરી  એવા અગણિત કોલ હશે જેમાં ટાંચા સાંધનો સ્ટાફની અછત અને સામે આગના ગોટા સામે કામ કર્યું ૧૯૮૫ થી ૧૯૯૨ માં જ્યારે માણસ માણસાઇ ભુલ્યા હતા ત્યારે ભંડેરી પોળ ની ઘટના ભુલાય એમ નથી આજે જે મુડી છોડીને જાય છે તે યશગાથાને ક્યાંય આંચ ન આવે તેની જવાબદારી આપણી છે માતંગી માં આગ લાગી ત્યારે તેઓ બિમાર હતા ત્યારે તેમણે રાત્રે અઢી વાગે મને કોલ કરી ધ્યાન આપવા કહેયું હતું માત્ર આંખોના ઇશારાથી આગને કેમ કાબુમાં કરવી તે અમે સમજતા હતા એ લય આજે અહી સમાપ્ત થઇ હુ ફાયર બ્રીગેડ વતી ખાત્રી આપુ છુ કે તેમના વારસાને આગળ વધારીશું શિસ્ત અને સલામતી સાથે શહેરનું આગથી રક્ષણ કરીશું. અમદાવાદ ફાયર  બ્રીગેડના જવાનોએ સંસ્મરણો વાગોળતાં  એમ એફ  દસ્તુરને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સીના પીતામા ભીષ્મ ગણાવ્યા અને આજથી એક યુગનો અંત ગણાવ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube