ઝી ન્યૂઝ/સુરત: આમ આદમી પાર્ટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ પેદા થઈ છે. હજુ હાલમાં આપના કોર્પોરેટરોએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે. ત્યારે ફરી આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડે તેવી સ્થિતિ ઉદ્દભવી છે. સુરત  આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા છે, જેના કારણે ખળભળાટ મચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં મહિલા કોર્પોરેટરનો ફોન છેલ્લા 24 કલાકથી બંધ થયો છે. જેના કારણે પાર્ટી ચિંતામાં પડી છે. હાલ મહિલા કોર્પોરેટર ક્યાં છે તેની કોઈને કંઈ ખબર નથી. ત્યારે ગુમ થયેલા કોર્પોરેટર આમ આદમી પાર્ટી છોડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉની જેમ આપના કોર્પોરેટર ભાજપમાં જોડાય શકે છે. ચર્ચાઓ ચાલી રહી છે કે BJP અધ્યક્ષ સી આર પાટીલ પર આપ કોર્પોરેટર વિશ્વાસ મૂકી શકે છે. ગુજરાતના એક ઉચ્ચ પોલીસ અધિકારી, વિમલ પટેલ અને વિપુલ મેંદપરાના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.


આમ આદમી પાર્ટીમાં વધુ એક વખત ગાબડું પડી શકે છે. જો આ વાત સાચી સાબિત થઈ તો સુરત આપમાં મોટી મુશ્કેલીઓ ઉભી થશે. અગાઉ ચાર મહિલા કોર્પોરેટર સહિત પાંચ કોર્પોરેટરોએ પાર્ટી છોડી હતી. મહિલા કોર્પોરેટરોના પાર્ટી છોડવાને પગલે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવું જ ચાલતું રહ્યું તો આમ આદમી પાર્ટીની ઓફિસે તાળા લાગી જશે. 


અગાઉ આપના 5 કોર્પોરેટરોએ છેડ્યો ફાડ્યો હતો
સુરતમાં તાજેતરમાં જ સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ કોર્પોરેટરો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા હતા. AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જો કે બીજી બાજુ ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થયા હતા.


મહત્વનું છે કે, સુરત AAPનાં પાંચ કોર્પોરેટરોએ આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાનાર પાંચ કોર્પોરેટરમાં ઋતા દુધાત્રા, વિપુલ મોવલીયા, જ્યોતિકા લાઠીયા, મનીષા કુકડીયા અને ભાવનાબેન સોલંકીએ AAP સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાણ કર્યું હતું. જો કે હજુ પણ સુરત આપમાં વધુ કોર્પોરેટર ભાજપમાં જોડાઇ તેવી શક્યતા છે. આમ, હવે સુરતમાં 27 કોર્પોરેટરમાંથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાતા હવે માત્ર 22 કોર્પોરેટર જ બાકી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube