એક નાનકડી ભુલ અને આ લોકો બરાબર ફસાઈ ગયા છે સરકારી ફંદામાં
એક તરફ જિલ્લામાં ભારે વરસાદ તેમજ કમોસમી માવઠાએ ખેડૂતોનો હાલ બેહાલ કર્યો છે ત્યારે વધુ એક યોજનામાં ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો છે
પ્રેમલ ત્રિવેદી, પાટણ : સરકાર દ્વારા વર્ષ 2017 માં સોલાર પ્રોજેક્ટ અંતર્ગત સોલાર લાઈટ આપવાની યોજના અમલી કરવામાં આવી હતી ત્યારે સાંતલપુર તાલુકાના યુ.જી.વી.સી.એલ. દ્વારા આશરે 1400થી વધુ ખેડૂતો પાસે ફોર્મ ભરાવી ફોર્મ દીઠ 4500 રૂપિયા લેવામાં આવ્યા હતા. આ સમયે ખેડૂતોને પાવતી આપવામાં આવી હતી અને તેને ત્રણ વર્ષ જેટલો સમય ગાળો વીતી ગયા બાદ સરકાર દ્વારા અચાનક આ પ્રોજેક્ટ બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટવાસીઓ ધ્યાન દઈને વાંચે, કોરોનાથી બચવા માટે કલેક્ટરે આપી ગજબની ટિપ્સ
આ સમયે સરકારે જાહેરાત કરી છે કે ત્રણ વર્ષ પહેલાં જે પાવતી આપવામાં આવી હતી તેની સાથે રૂપિયા 300નો સ્ટેમ્પ અને ડોકયુમેન્ટ જમા કરાવશો તો જ ભરેલ રકમ પરત મળશે. હવે ત્રણ વર્ષ વીત્યા બાદ હવે મોટાભાગના ખેડૂતો પાસે પાવતી નથી અને એટલે ખેડૂતોને પૈસા પરત મળે એવી શક્યતા બહુ પાતળી છે.
અમદાવાદમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મળી અફલાતુન ગિફ્ટ, આઇડિયા જાણીને કરશો સલામ
આ સંજોગોમાં ભરેલ રૂપિયા ખેડૂતોને પરત મળવાના નથી તેવી સરકારની નીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ જિલ્લામાં ભારે વરસાદ તેમજ કમોસમી માવઠાએ ખેડૂતોનો હાલ બેહાલ કર્યો છે ત્યારે વધુ એક યોજનામાં ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો છે અને લાખો રૂપિયાનું ઉઘરાણું કરી યોજના બંધ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube