ગૌરવ પટેલ, અમદાવાદ:  કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત દેહભરમાં ખેડૂતોનું સમર્થન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેને લઇને હવે રાકેશ ટિકૈત હવે પીએમ અને ગૃહમંત્રીના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તે ખેડૂતો સાથે મુલાકાત કરશે. કિસાન સંઘર્ષ મંચ દ્રા રાકેશ ટિકૈતની ટ્રેક્ટર યાત્રાનું આબુરોડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાકેશ ટિકૈતની ટ્રેક્ટર યાત્રાએ આબુરોડથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. અહીંથી તેઓ અંબાજી જવા માટે રવાના થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત નેતા આંદોલનને ગતિ આપવા માટે અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઇ માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 4 અને 5 એપ્રિલના રોજ રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં રહેશે અને ખેડૂત સમર્થન પ્રાપ્ત કરશે. રાકેશ ટિકૈત આજે 10 વાગે ગુજરાતમાં પ્રવેશ કરશે. તે સૌથી પહેલાં માં અંબાના આર્શિવાદ પ્રાપ્ત કરી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. 


ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ ગુજરાત મુલાકાત અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમે ખેડૂતોને મળીશું, ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયેલા છે. 3 કૃષિ કાયદા વિરૂદ્ધ અમારી લડાઇ ચાલુ છે. ગુજરાત બોર્ડર પર શું થાય છે તે જોઇશું. ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી. 

જો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બને તો શું કરશે? 'રાગા' એ જણાવ્યો 'માસ્ટર પ્લાન'


ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ મુદ્દે જાણકારી આપતાં કહ્યું કે દેશના દરેક નાગરિક આ કાળા કાયદાનો વિરોધ કરી રહ્યો છે અને વાપ્સી માટે લડાઇ લડી રહ્યો છે. 


ખેડૂત આંદોલન ચાર મહિનાથી ચાલી રહ્યું છે. ખેડૂત મોદી સરકાર દ્રારા લાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન આંદોલન કરી રહેલા 250થી વધુ ખેડૂતોના મોત થઇ ચૂક્યા છે. જોકે કેન્દ્ર સરકાર અત્યાર સુધી કોઇ સમાધાન નિકાળી રહી નથી. 


ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે પહેલાં દિવસથી સંસદથી માંડીને રસ્તા પર ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું છે. ગુજરાત કોંગ્રેસે પણ 28 સપ્ટેમ્બરના રોજ રાજ્યપાલને એક આવેદન આપ્યું હતું જેમાં રાષ્ટ્રપતિથી તેને કાયદાનો બનાવતાં રોકવાનો અનુરોધ કર્યો હતો. 

BSNL નો 108 રૂપિયાવાળો ખાસ પ્રીપેડ પ્લાન, Unlimited Calling સાથે 60 દિવસ સુધી મળશે 1 GB Data


રાકેશ ટિકૈત સવારે 11 વાગે અંબાજી પહોંચશે, બપોરે 12.30 વાગે તે મંદિરમાં દર્શન કરશે. અને 2.30 વાગે પાલનપુરમાં કિસાન સંવાદ કરશે. રસપ્રદ વાત એ છે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર ખેડૂત છે. ત્યારે પાટીદારોને જોડવાના પ્રયત્ન તરીકે રાકેશ ટિકૈત પાટીદારોની કુળદેવી ઉંજા ઉમિયાધામ સાંજે 5 વાગે પહોંચશે. દર્શ બાદ રાકેશ ટિકૈત ગાંધીનગરામાં જ રોકાશે. 


રાકેશ ટિકૈત બીજા દિવસે સોમવારે સવારે લગભગ 7 વાગે અમદાવાદના ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતાને માળા અર્પણ કરશે, ત્યારબાદ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ પહોંચશે. બપોર બાદ 3 વાગે તે બારડોલીમાં સંવાદ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube