રાજકોટ: જર, જમીન અને જોરૂ એ ત્રણેય કજિયાના છોરું, આ કહેવત પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાંબાના ભાડેર ગામમાં એક જ જમીનના ડખામાં 14 દિવસમાં બે હત્યાના બનાવ બન્યા છે, ભાડેર ગામના ખેડૂત જીવનભાઈને રસ્તા ઉપરથી આંતરી એક સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા હત્યારાઓએ જીવનભાઈને પિસ્તોલ વડે પોઇન્ટ બ્લેન્કથી ચાર ગોળી મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદલાશને જૂનાગઢના નંદરખી ગામના રોડ ઉપર ફેંકી દીધી હતી. હત્યાના બનાવની ગંભીરતા લઈને રાજકોટ ગ્રામ્યના SP અંતરિપ સુદ જૂનાગઢ હોસ્પિટલે દોડી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે માહિતી આપતા SP સુદે જણાવ્યું હતું કે જીવનભાઈની જ્યારે હત્યા બે થી ત્રણ વ્યક્તિઓએ જુદા જુદા હથિયારોથી ગોળી મારી ને હત્યા કરી છે. તે સમયે જીવનભાઈનો એક માણસ પણ સાથે હતો. સુદે વધુમાં જણાવ્યું કે 14 દિવસ પહેલા ભાડેર ગામે મુસા ઇબ્રાહિમની પાંચ શખ્સોએ હત્યા કરી નાખી હતી અને તે હત્યાનો બદલો લેવા આ હત્યા થઇ હોવાથી પોલીસ તે દિશામાં પણ તાપસ શરુ કરી છે.


આજથી 14 દિવસ પહેલા જમીનના ઝગડામાં ભાડેર ગામે જ મુસા ઇબ્રાહિમ સાંધની પાંચ લોકોએ હત્યા કરી નાખી હતી અને ત્યાર પછી આ ખેડૂતની હત્યા થતા ભાડેર, ધોરાજી અને જૂનાગઢના ખેડૂત આગેવાનો જૂનાગઢ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક અંતરિપ સુદ ને અનેક રજૂઆતો કરી હતી જેમાં ગુનેગારોને ઝડપી લઈને આકરી સજા કરવાની માંગણી કરી હતી. જ્યાં સુધી જીવનભાઈના હત્યારાઓ ના ઝડપાય ત્યાં સુધી લાશ નહિ સાંભળવાની જાહેરાત કરી હતી.


હત્યારાઓને ઝડપી લેવા જૂનાગઢ તેમજ રાજકોટ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા નાકાબંધીથી લઈને સર્ચ ઓપરેશન શરુ કર્યા છે, કારણ કે આ મામલો જોરદાર રાજકીય રંગ પકડે તેવી શક્યતાઓ છે. અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી ફરાર થઇ ગયા છે. અને પોલીસ તેને શોધી રહી છે.