તેજસ મોદી/ સુરત: મોદી સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ બુલેટ ટ્રેન શરૂ થયા પહેલા જ જમીન સંપાદનને લઇ અટવાઇ પડ્યો છે. હાલ આ પ્રોજેકટથી સુરતના ઓલપાડના ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેકટથી ખેડૂતોમાં ઘણા કારણોને લઇને નારાજગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતો બુલેટ ટ્રેન પ્રોજેકટ જમીન સંપાદનને લઇ વિવાદમાં સપડાયો છે. ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે કે સરકાર જંત્રીના ભાવે ખેડૂતોની જમીનનું વળતર આપવા માંગે છે, પરંતુ આ ભાવ ખેડૂતોને પોષાઇ શકે તેમ નથી. આ મામલે હાઇકોર્ટમાં ખેડૂતો દ્વારા પીટીશન પણ દાખલ કરાઇ હતી પરંતુ સ્ટે ન મળતા ખેડૂતોએ સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે.ત્યારે આગામી 10 તારીખે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનવણી કરવામા આવનારી છે.


ખેડૂતોની સાથે બુલેટ ટ્રેન પ્રોજેકટને લઇ પર્યાવરણવિદોમાં પણ વિરોધનો સૂર છે. ભારતીય રેલવેને 1 કિલોમીટર દીઠ 9 કરોડનો ખર્ચ આવે છે પરંતુ બુલેટ ટ્રેનથી 1 કિલોમીટરનો ખર્ચ 200 કરોડને આંબશે. ત્યારે અમદાવાદ -મૂંબઇ વચ્ચેના અંદાજે 500 કિલોમીટર વચ્ચેનો આ પ્રોજેકટ ખૂબ ખર્ચાળ છે.ત્યારે આ પ્રોજેકટથી ભારતીય રેલ્વે ખાડામાં જશે તેવો તજજ્ઞોમાં મત જોવા મળ્યો છે.


મહત્વકાંક્ષી પ્રોજેકટ બુલેટ ટ્રેન હજી જમીન પર આવ્યો નથી ત્યા વિરોધના વંટોળ ઉભા થયા છે. ત્યારે બુલેટ ટ્રેનના વિકાસથી ખેડૂતોમાં પોતે જમીનવિહોણા થવાનો ડર થાય તે સ્વાભાવિક છે. ત્યારે ખેડૂતોને સાથે રાખીને સરકાર આ પ્રોજેકટ પર કામ કરે તે આવશયક બન્યુ છે.