જૂનાગઢના માળીયા (હાટીના)ના પીપલવા ગામે ખેડૂતની આત્મહત્યા
આંબાનો પાક સતત નિષ્ફળ જતાં અને બેન્કની લોન ભરપાઈ ન કરી શક્તાં ખેડૂતો કર્યો આપઘાત
જૂનાગઢઃ જૂનાગઢના માળીયા(હાટીના)ના પીપલવા ગામે એક ખેડૂતો આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પપલવા ગામના ખેડૂતે બેન્કમાંથી લોન લીધી હતી. છેલ્લા કેટલાક વર્ષથી આંબાનો પાક સતત નિષ્ફળ જતો હતો. આ કારણે ખેડૂત સમયસર લોન ભરપાઈ કરી શક્યા ન હતા.
ખેડૂતના માટે દેવું વધી જતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી તણાવમાં રહેતા હતા. બેન્કનું દેણું બાકી હોવાથી ખેડૂતને ઊંઘ આવતી ન હતી.
આખરે કંટાળીને ખેડૂતે પોતાના ખેતરની ઓરડીના હુકમાં દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરના મોભી દ્વારા આત્મહત્યા કરી લેવાતાં પરિવારજનોના માથે આભ ફાટી પડ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને મૃતદેહ કબ્જે લીધો હતો અને મૃતદેહને PM માટે માળીયા સરકારી દવાખાને મોકલાયો હતો. આ સાથે જ, માળીયા પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.