દહેગામના ખેડૂતો-પશુપાલકો વિફર્યાં, વિવિધ માંગો સાથે કરી ગાંધીનગર તરફ કૂચ
દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોએ ગાંધીનગર તરફ કૂચ કરી છે. ખેડૂતોને સિચાંઈના પાણીનો અભાવ પડી રહ્યો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. તેઓએ દહેગામને અછતગ્રસ્ત જાહેર કરવા પણ માંગ કરી છે. આ ઉપરાંત દહેગામ તાલુકાને ગાંધીનગર જિલ્લામાં સમાવવા છતાં ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દહેગામના દૂધ ઉત્પાદકોના દૂધની ખરીદી ન કરતુ હોવાનો આક્ષેપ પશુપાલકોએ લગાવ્યો છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ વિવિધ મુદ્દાઓ પર રાજ્ય સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
હિતલ પારેખ/ગાંધીનગર : દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોએ ગાંધીનગર તરફ કૂચ કરી છે. ખેડૂતોને સિચાંઈના પાણીનો અભાવ પડી રહ્યો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. તેઓએ દહેગામને અછતગ્રસ્ત જાહેર કરવા પણ માંગ કરી છે. આ ઉપરાંત દહેગામ તાલુકાને ગાંધીનગર જિલ્લામાં સમાવવા છતાં ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દહેગામના દૂધ ઉત્પાદકોના દૂધની ખરીદી ન કરતુ હોવાનો આક્ષેપ પશુપાલકોએ લગાવ્યો છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ વિવિધ મુદ્દાઓ પર રાજ્ય સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ખેડૂતો અને પશુપાલકોની સમસ્યા
રાષ્ટ્રીય કિસાન પરિષદ અને ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો છે. દહેગામ તાલુકાનો ગાંધીનગર જિલ્લામાં સમાવેશ થવા છતાં ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દહેગામ તાલુકાનું દૂધ લેતુ નથી. જેથી પશુપાલકોની રોજગારી છીનવાઈ છે. વર્ષ 1997થી મુદ્દો પડતર છે. હજુ પણ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જ દહેગામનું જોડાણ છે. જેને પગલે દહેગામના પશુપાલકોને ઓછા ભાવ મળતા 30 કરોડનું નુકસાન થાય છે. તો બીજી તરફ, ખેતીમાં સિંચાઇના પાણીના અભાવે ખેડૂતોની કફોડી હાલત બની છે. ત્યારે ખેડૂતોએ તળાવો ભરી સિંચાઇનું પાણી આપવા માંગ કરી છે અને દહેગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ છે. દહેગામ સિવાય આસપાસના ગામોમાં ઓછો વરસાદ પડ્યો હોવાની રજૂઆત કરાઈ છે.
[[{"fid":"194855","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-15-12h42m03.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-15-12h42m03.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-15-12h42m03.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-15-12h42m03.jpg"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-12-15-12h42m03.jpg","title":"vlcsnap-2018-12-15-12h42m03.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
પ્રવિણ તોગડિયાનું સંબોધન
પ્રવિણ તોગડીયાએ ગાંધીનગરમાં રેલી યોજી સભા સંબોધી હતી. જેમાં તેમણે પશુનિકાસ ન કરવા મુદ્દે રાજ્ય સરકારનાં નિર્ણય મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાતનાં પશુઓ માટે પાલનની વ્યવસ્થા કરવા અને જંગલી પશુઓથી ખેતરોની રક્ષા કરવા અને પશુઓનાં પેટ ભરવા સહિત ખેડૂતોનાં ખેતરની રક્ષા કરવા રાજય સરકારને ટકોર કરી હતી. પશુપાલનની યોગ્ય વ્યવસ્થા રાજ્ય સરકાર કરે. ખેડૂતોના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ ગુજરાત જ નહીં દેશ ભરમાં આંદોલન કરશે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અમે આંદોલન કરીશું. કેન્દ્ર સરકારે ખેડૂતોને દેવામાંથી કરવા જ પડશે નહીં તો નરેન્દ્ર મોદીને માફ નહીં કરે. ખેડૂતોને પાણી મળવું જોઈએ અને પશુપાલકો ગાંધીનગર આવી શકે તેવી વ્યવસ્થા સરકારે આપવી પડશે. તેમણે કેન્દ્ર સરકારને ખેડૂતોને દેવામાંથી મુકત કરવા આહવાન કર્યું હતું.
દેહગામના ખેડૂતોના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ દેહગાથી ગાંધીનગર સુધીની પગપાળા પ્રારંભ કર્યો છે.