ચેતન પટેલ/ સુરત: સુરત જીલ્લામાં માવઠુ અને સાર્વત્રિક કમોસમી વરસાદ નોંધાયો છે. જેને લઈને કપાસ, કેરી અને ચીકુના પાકોને નુકશાન થયું છે ત્યારે દેશભરમાં પ્રખ્યાત એવા સુરતના પોંકની ખેતીને પણ માઠી અસર થશે. વરસાદને કારણે આ લીલા પોંકનો કલર લાલ થશે અને પોંક બજારને પણ સીધી અસર થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સામાન્ય ઝઘડો બન્યો હિંસક, પત્નીની લાશ કોથળામાં પેક કરી રાત વિતાવી અને પછી...


પોંકના કારણે સમગ્ર વિશ્વમાં સુરત જાણીતું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સુરતના પોંક વખણાય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં પોંકની ભઠ્ઠીમાં સતત સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં આશરે 1000 જેટલા એકરમાં પોંકની ખેતી થાય છે. પરંતુ હાલના કમોસમી વરસાદને લીધે જુવારના દાણા લાલ પડી જવાથી ભારે નુકશાની વેઠવાની નોબત આવી છે.


આ પણ વાંચો:- સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો, જાહેરમાં લોખંડનો પાઈપ મારીને એક કામદારે બીજા કામદારની હત્યા કરી


કમોસમી વરસાદને લીધે પોંક માટે બનાવાતી ખાસ વાનીની જુવારને માવઠાથી મોટી અસર થતી હોય છે. માવઠાને લીધે જુવારના દાણા લાલ થઈ જતા હોય છે જેને લીધે પોંક બનાવવા માટે આ જુવાર બીનઉપયોગી બની જશે અને પોંક બજાર પર સીધી અસર થવાની શક્યતા છે. એટલું જ નહીં પરંતુ સુરત આવેલા એન.આર.આઈ લોકો હજારો રૂપિયાનો પોંક નેટની બેગમાં પેક કરાવી લઈ જતા હતા. જો કે કોરોનાને કારણે તેની સંખ્યામાં પણ ઘટાડો થતા આ વખતે ઘરાકી ૫૦ ટકા જેટલી રહેવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે.


આ પણ વાંચો:- ચારવાર આત્મહત્યા કરવા ગઈ, છતાં સુરતની યુવતીને મોત ન મળ્યું


જયેશ પટેલે કહ્યું કે, વરસાદને કારણે પોંકની જુવારને નુકસાન થયું છે. શહેરીકરણને કારણે રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારમાં જે પાકની ખેતી થતી હતી તેમાં ઘટાડો જોવા મળ્યો છે. અને બારડોલી તેમજ કરજણ વિસ્તારની આજુબાજુની ખેડૂતો હાલ પોંકની ખેતી કરી રહ્યા છે. હાલ 70થી 80 ટકા જેટલો કરજણથી સુરત આવે છે. વરસાદને કારણે જુવારને અસર થતા ખેડૂતોમાં નિરાશા છે.


આ પણ વાંચો:- દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ધબકાર ગણાતી 100 વર્ષ જૂની બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન થશે બંધ


25 વર્ષથી વધુ પોંકનો વેપાર કરતા ઇશ્વરભાઇ કહ્યું કે, કોરોનાને કારણે એનઆરઆઈ લોકોમાં પોંકની ઓછી ડિમાન્ડને કારણે દર વર્ષ કરતા આ વર્ષે ઘરાકી 40 ટકા જેટલી ઘટી હતી. તેમાં પણ કમોસમી વરસાદને કારણે પોંકના પાકને નુકસાન જશે અને ઘરાકી આશરે 50 ટકા જેટલી જ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube