નવનીત દલવાડી/ભાવનગર: માર્કેટયાર્ડમાં ખેડૂતોને લીંબુના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, ખેડૂતોને કિલોએ 40 થી 70 રૂપિયા સુધીના ભાવ મળતા થયા છે, જેના કારણે લીંબુનું વાવેતર કરતા ખેડૂતોના મુખ પર હાલ ખુશી જોવા મળી રહી છે, વાવાઝોડા દરમ્યાન લીંબુની વાડીઓમાં ખેડૂતોને વ્યાપક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો, જે નુકશાની આ વર્ષે સરભર થઈ જશે એવું ખેડૂતો માની રહ્યા છે તો સાથે હાલ જે ભાવ મળી રહ્યા છે એ ભાવ લાંબા સમય સુધી જળવાઈ રહે એવી પણ આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ છુટક બજારમાં લીંબુના ભાવ આસમાને જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, છૂટક બજારમાં લીંબુ ૮૦ થી ૧૨૦ રૂપિયે પ્રતિકીલોના ભાવે વેચાઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂર્ગાબેનને સાપ કરડયો, પછી મારી નાંખ્‍યો, સાપને બોટલમાં ભરીને હોસ્પિટલ પહોંચ્યા તો..


ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાઓ સિહોર, પાલીતાણા અને ઘોઘામાં લીંબુનું મબલખ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ગતવર્ષ નબળું ગયા બાદ ચાલુ વર્ષે લીંબુનો સારો પાક થવા પામ્યો છે, ભાવનગર માર્કેટયાર્ડમાં હાલ લીંબુની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, ત્યારે ગત સિઝનની ભરપાઈ આ વર્ષે થઈ જશે એવું ખેડૂતો માની રહ્યા છે. સામાન્ય રીતે લીંબુમાં આવક વધે ત્યારે ભાવ તળિયે બેસી જતા હોય છે, પરંતુ શહેરમાં પડી રહેલી ગરમીના કારણે લીંબુની માંગમાં વધારો થયો છે, જેના કારણે પરિસ્થિતિ બદલાઈ છે.


કોંગ્રેસમાં નહીં થાય કકળાટ, 17માંથી 10 નેતાઓને સોંપાઈ જવાબદારી: જાણી લો કોને કયું પદ


ગત સિઝનમાં ખેડૂતોને લીંબુના પ્રતિ કિલોએ માત્ર ૧ થી ૧૦ રૂપિયા જેટલા સામાન્ય ભાવ મળ્યા હતા, પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોને લીંબુમાં પ્રતિ કિલો ૪૦ થી ૭૦ રૂપિયા જેવા ઊંચા ભાવ મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, તેમજ સારા ભાવ જળવાઈ રહે તો નુકશાની ભરપાઈ થઈ શકે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. તો વેપારીઓ નું માનવું છે કે હાલ ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને આગામી ઉનાળામાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે.


લગ્નના ગીતો મરસિયામાં ફેરવાયા! જાનમાં જવા ટેમ્પો લઈને નીકળ્યા પણ અર્થીમાં પાછા આવ્યા


ભારત ખેતી પ્રધાન દેશ છે, કોરોના મહામારી બાદ નોકરી કરતા ગામડાના ઘણા યુવાનો ખેતી તરફ વળી ગયા છે, તેમજ ખેતી દ્વારા પોતાની સમૃદ્ધિના દ્વાર ખોલવા મથી રહ્યા છે, નવી નવી પ્રેરણાઓ મેળવી ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી સમૃદ્ધ બની રહ્યા છે, જિલ્લામાં બાગાયતી ખેતી તરફ વળેલા અનેક ખેડૂતો લીંબુની ખેતી કરી રહ્યા છે, લીંબુની ખેતીમાં એક વાર વાવેતર કર્યા પછી કોઈ આપત્તિ ના આવે તો ૫ થી ૬ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે.


'તારા લગ્ન કોઈની સાથે નહીં થવા દઉં...', ધમકીને વશ થઈ લગ્ન કર્યા તો શરીરસુખ માણવા...'


લીંબુમાં ભાવ વધતા ખેડૂતો તો ખુશખુશાલ બન્યા છે પરંતુ ખાસ તો ઘર વપરાશમાં રોજિંદી જરૂરિયાત બનેલા લીંબુના વધી રહેલા ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યા છે, ઘરમાં દાળ, શાક કે અન્ય કોઈ પણ મોટા ભાગની વાનગી માં લીંબુનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, સાથે ઘરે આવતા મહેમાન ને પણ લોકો લીંબુ સરબત પીરસતા હોય છે, દર્દીઓ માટે તો લીંબુ ખૂબ જ ઉપયોગી બન્યા છે એમાં પણ કોરોનાકાળ બાદ વિટામિન સી થી ભરપુર લીંબુનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેના કારણે સામાન્ય લોકોને લીંબુનો ભાવ વધારો અસહ્ય લાગી રહ્યો છે. 


મારો પતિ નપુંસક છે મને સુખ નથી આપતો, પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર