અમદાવાદ : સરહદી વિસ્તાર સુઇગામ, થરાદ અને વાવમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અચાનક આવેલા પલટાના કારણે સુઇગામ ,વાવ અને થરાદ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો કફોડી સ્થિતી પેદા થઇ છે. તેઓ ચોમાસુ પાક તો લઇ શક્યા નથી. પરંતુ હવે શિયાળુ પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થાય તેવી સ્થિતી પેદા થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો માટે મોટા સમાચાર ! સરકારે કરી 700 કરોડનાં રાહત પેકેજની જાહેરાત
અમદાવાદની ફેમસ અંકુર સ્કૂલમાં ચાલતુ હતું કોલ સેન્ટર, અને શિક્ષકો-સંચાલકોને ખબર જ ન હતી...
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સરહદી વિસ્તાર થરાદ અને વાવમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સુઇગામ, વાવ, થરાદ અને આસપાસના ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો કરા પડ્યાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. કરાને કારણે ન માત્ર પાકમાં ઇયળ જેવી જીવાત પડવાની શક્યતા છે પરંતુ સમગ્ર વિસ્તારમાં રોગચાળો પણ ફાટી નિકળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે.


બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા આપનાર ખાસ વાંચી લે આ સમાચાર, ફેરફાર કરાયેલા કેન્દ્રોનું લિસ્ટ જાહેર
બોટાદના વાતાવરણમાં પણ પલટો
બોટાદ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વ્યાપી છે. ખેડૂતોના પાકને પારાવાર નુકશાન. ગઢડા યાર્ડમાં રાખેલ ખેડૂતોના કપાસની ગાસડીઓ પલળી ગઈ હતી.


ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાના ટૂંકા સત્રની તારીખોની કરી જાહેરાત


અમરેલીમાં પણ વાતાવરણ પલટો માર્યો
અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. ચલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો. કમોસમી માવઠાથી ચલાલાના માર્ગો વરસાદના કારણે પાણી વહેતા થયા હતા. ચલાલા, ઝર, મોરઝર, ઝરપરા, પરવડી, દહીંડા, ગરમલી સહિતના ગામડાઓમાં શરૂ થયો વરસાદ.