જયેન્દ્ર ભોઇ/કાલોલ : દિવાળી સામે છે ત્યારે આ વખતે ખેડૂતો ની દિવાળી બગડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ચોમાસુ પાક લગભગ નિષ્ફ્ળતાના આરે છે ત્યારે લાભપાંચમમાં મુહૂર્તના સોદાઓ માટે ખેડૂતો પાસે ખેત ઉત્પાદન જ નથી. ચોમાસાનો પાછોતરો વરસાદ ખેતી માટે કાળ બનીને આવ્યો અને મોટાભાગનો પાક આ પાછોતરા સતત વરસાદને કારણે નિષ્ફળ સાબિત થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજી પણ વરસાદ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેથી પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દિવાળી ટાંણે દૂધના ભાવમાં તોતિંગ વધારો આપ્યો


પંચમહાલમાં પણ ખેતીના હાલ બેહાલ છે. જિલ્લાના મુખ્ય પાક ગણાતા ડાંગર, મકાઈ અને કપાસની ખેતી સમગ્ર જિલ્લામાં ખેડૂતોએ સારા વરસાદની આશાએ કરી હતી, ત્યારે ચોમાસાના પાછોતરા વરસાદે તમામ ખેડૂતોના સ્વપ્નો રોળી નાખ્યા હતા. વિસ્તાર તમામ મુખ્ય પાકો આ વરસાદની આડ અસરને લઈ નિષ્ફળ ગયા. જે થોડો ઘણું બચ્યું તેનું ઉત્પાદન લગભગ નહીંવત્ત જેવું રહ્યું છે. ત્યારે આ ચોમાસુ ખેતી માંથી આવક લગભગ નહીવત્ત જેવી છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામ તથા આસપાસના વિસ્તારોના ખેડૂતોની સ્થિતી કફોડી થઇ છે. 


4 લાખ જેટલા પશુપાલકોને સાબર ડેરીની મોટી દિવાળી ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો
સુરતના લિંબાયતમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને કમલેશ તિવારીના હત્યાનો પ્લાન બનાવાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થિતી માત્ર પંચમહાલ જિલ્લા પુરતી સીમીત નથી સમગ્ર ગુજરાતમાં આ જ સ્થિતી છે. સતત પડેલા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ દયનીય બની છે. ઉત્પાદન લગભગ અડધા જેટલું થઇ ગયું છે. જે ઉત્પાદન થયું છે તે પણ ક્વોલિટીમાં ખુબ જ ઉણુ છે. જેના કારણે ખેડૂતો કફોડી સ્થિતીમાં મુકાયા છે. હાલ તો સરકાર દ્વારા ખેડૂતો માટે કોઇ રાહત રૂપ જાહેરાત કરામાં આવે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.