રઘુવીર મકવાણા/બોટાદ : બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની રેકોર્ડ બ્રેક આવક અને રેકોર્ડ બ્રેક ભાવ મળતા માર્કેટિંગ યાર્ડમાં જીરાની મોટી આવક જોવા મળી છે. ગત વર્ષે ૨૫૦૦ થી ૩૫૦૦ રૂપિયાનો ભાવ હતો, જે ચાલુ વર્ષે 6500 રૂપિયાનો ભાવ મળતા માર્કેટિંગ યાર્ડમાં રોજની ૧૦ હજાર મણ જીરુની આવક થઈ રહી છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરુનો ડબલ ભાવ મળતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરુની રેકોર્ડ બ્રેક મબલખ આવક જોવા મળી છે અને રેકોર્ડ બ્રેક ડબલ ભાવ મળતા ખેડુતો પણ ખુશખુશાલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસ બોટાદ માર્કેટિંગ યાર્ડ નું નામ છે જ્યાં લાખો મણ કપાસની આવક થતી હોય છે, જેને લઇ હંમેશા બોટાદ કોટન માર્કેટિંગ યાર્ડ નંબર વન રહ્યું છે. ત્યારે બોટાદ માર્કેટીંગ યાર્ડ હવે કપાસની આવકની સાથો સાથ જીરાની આવક રેકોર્ડબ્રેક થઈ રહી છે. જેને લઇ ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. ખેડૂતોને કોઈપણ કષ્ટ વગર સરળતાથી જીરાની હરાજી અને પેમેન્ટ મળી જાય છે. આ ઉપરાંત સીઝનનો રેકોર્ડ બ્રેક ભાવ ૬૫૯૫ - આગામી દિવસોમાં ૧૦ થી ૧૫ હજાર મણ જીરૂની આવકની સંભાવના વર્તાઈ રહી છે. ત્યારે
બોટાદ માર્કેટિંગ યાર્ડે કપાસની સાથે સાથે જીરૂમાં પણ મબલક આવક ઊભી કરી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે ૮ થી ૯ હજાર મણ જેટલા જીરૂની આવક થઈ છે. જે રેકોર્ડ બ્રેક આવક ગણી શકાય. જીરૂની આવી આવક બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં થઈ નથી, તેમજ સીઝનનો રેકોર્ડ બ્રેક ભાવ રુ.૬૫૯૫ આવતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં જીરૂની ૧૦ થી ૧૫૦૦૦ મણની આવક થવાની સંભાવના છે.


આ પણ વાંચો : 


વૈષ્ણવ સમાજમાં શોકનું મોજું છવાયું, પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજેશ કુમારજીનું નિધન થયું


ગુજરાતમાં નોકરીઓની લ્હાણી થશે, સરકારે અબુધાબીની કંપની સાથે કર્યા MoU


વધુમા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. વેપારીને ખુલ્લી હરાજીમાં માલનું વેચાણ તેમજ તે જ દિવસે વેચાણ કરેલ માલના રોકડા નાણાં મળી જાય છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં જે દિવસે માલની આવક થાય છે એ જ દિવસે માલનુ વેચાણ પણ થઈ જાય છે. જેથી ખેડૂતોને રાત્રિ રોકાણ કરવું પડતું નથી.


બોટાદ માર્કેટીંગમાં અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાની જણસી વેચવા આવી રહ્યા છે. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર નગર જિલ્લાના ખેડૂતો પણ અહીંયા પોતાની જણસી વહેંચવા આવી રહ્યા છે. કેમ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ભાવ સારા અને સુવિધાઓ પણ સારી છે. જેથી ખેડૂતોને  હેરાન થવું પડતું નથી અને સારા ભાવ મળવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.


બોટાદ માર્કેટિંગ મુખ્ય યાર્ડમાં જીરાની આવકને લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડના ગ્રેડર રોહિતભાઈ ધોળુએ જણાવ્યું કે, બોટાદ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં ન થઈ હોય તેવી આવક આ વર્ષે જીરાના પાકમાં થઈ છે. ખેડૂતોને કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી હરાજી અને સરળતાપૂર્વક રકમ મળી જતી હોય છે. જેને લઇ ખેડૂતો હેરાન થતા નથી અને સરળતાથી તેમના કામો થઈ જાય છે. અમારા કર્મચારીઓ પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખે છે.


આ પણ વાંચો : 


ગોધરાકાંડ નામ પડે એટલે સળગતો ડબ્બો નજર સામે આવે, આજે પણ ગોધરા સ્ટેશન પર ઉભો છે ડબ્બો


બજેટમાં વેરા નથી વધ્યા એવુ ન સમજતા, દરેક ગુજરાતીએ વર્ષે આટલો વેરો તો ભરવો જ પડશે