ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: શાકભાજીના સારા ભાવ મેળવવાની ખેડૂતોની આશા હાલ સાવ ઠગારી નીવડી છે. હોલસેલમાં શાકભાજીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતો મફતના ભાવે વેચી શાકભાજી વેચી રહ્યાં છે. કોબીજ અને ફ્લાવરનો હોલસેલનો પ્રતિકિલો ભાવ 1 રૂપિયો. જ્યારે અન્ય શાકભાજી પણ સાવ પાણીના ભાવે વેચાઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે આપણે જ્યારે બજારમાં શાકભાજી ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે ઊંચા દામ આપીને શાકભાજી ખરીદ કરીએ છીએ. પરંતુ આ શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતો અત્યારે રાતાપાણીએ રડી રહ્યાં છે. કારણ કે તેમને હાલ શાકભાજીના ખુબ જ ઓછા ભાવ મળી રહ્યાં છે. બજારમાં ઓછા ભાવે તેમના શાકભાજીનું વેચાણ થઈને ગ્રાહકના ઘરે પહોંચતા પહોંચતા તેના ભાવ વધી જાય છે. સરવાળે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. 


હોલસેલ શાકભાજીના હાલ બજારમાં ચાલતા ભાવ આ પ્રમાણે છે. 


કોબી ૧ થી ૨ રૂપિયા કિલો
ફ્લાવર ૧ થી ૨ રૂપિયા કિલો
ટમેટા ૪ થી ૫ રૂપિયા કિલો
કાકડી ૩ થી ૫ રૂપિયા કિલો
દૂધી ૩ થી ૫ રૂપિયા કિલો
રીંગણાં ૫ થી ૬ રૂપિયા કિલો
ગાજર ૫ થી ૧૦ રૂપિયા કિલો
ગુવાર ૫૦ રૂપિયા કિલો
ભીંડો ૩૫ રૂપિયા કિલો
કારેલા ૨૫ થી ૩૦ રૂપિયા કિલો
મરચા ૧૦ રૂપિયા કિલો


વધુ વિગતો માટે જુઓ VIDEO 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube