ભાવનગર: જિલ્લાના મોટા ભાગના ખેડૂતો તેમની વાડી ખેતરોમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. પહેલીવાર બીટી બિયારણ આવ્યું ત્યારે એક વીઘા જમીનમાં 50 મણ કપાસનો ઉતારો થતો હતો. સારુ ઉત્પાદન થવાના કારણે આવક વધવા લાગતા મોટા ભાગના ખેડૂતો વાડી ખેતરોમાં બીટી કપાસનું વાવેતર કરવા લાગ્યા હતા. સમય જતા ઉત્પાદન ઘટ્યું અને દવાનો છંટકાવ કરવા છતા ઇયળનો ઉપદ્રવ વધવાના કારણે એક વિઘો જમીનમાં 15થી 20 મણ કપાસ થવા લાગ્યો. છેલ્લા પાંચ વર્ષથી સતત ઉત્પાદન ઘટવા લાગ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિયારણ, ખાતર અને દવાનો છંટકાવ કર્યો હોય તેનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. આ વર્ષે કપાસમાં ગુલાબી અને લીલી ઇયળનો ઉપદ્રવ ખુબ જ વધ્યો છે જેના કારણે સડો બેસી ગયો છે.  કપાસના છોડ ચીકણા બની ગયા છે. અત્યારે જે કપાસનું વાવેતર કર્યું છે, તેમાં 15 વાર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. એક પંપનો ખર્ચ 70 રૂપિયા જેટલો થાય છે. એક વીઘા આઠ આઠ પંપ દવા છાંટી પડે છે.  એક છંટકાવનો 4 હજાર રૂપિયા ખર્ચ થાય છે. 

આ અંગે ખેડૂતોનું કહેવું છે કે, આવી જીવાત ક્યારે જોઇ નથી. નવા બિયારણો અને રાસાયણીક ખાતર અને દવાને કારણે ખેત પેદાશો બગડી રહી છે. દવાઓ એવી આવે છે કે, એકવાર છાંટો પછી જમીનની સ્થિતી ખરાબ થતી જાય છે. ખર્ચ ખુબ જ વધી જાય છે. તેમ છતા પણ ઉત્પાદન થતું નથી. જમીન પણ ઝેરી થઇ જાય છે સાથે સાથે કપાસ પણ ખુબ જ ઝેરી થઇ જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube