રાજકોટ: શહેરમાં કિસાન સંઘના નેજા હેઠળ પાકવીમાના પ્રશ્નોને લઇ ખેડૂતોએ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂતો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોને રેલીની મંજૂરી ન મળી હોવાના કારણે પોલીસ દ્વારા ચૂંસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવતા 15 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: પોતાની જ રેલીમાં ઉમેદવારની ગેરહાજરી, લોકો પડી ગયા અચંબામાં


પાકવીમા મૂદ્દે કિસાન સંઘ દ્વારા ખેડુતો દ્વારા રાજકોટમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઉપલેટા, ધોરાજી અને પડધરી તાલુકા સહીત સૌરાષ્ટ્રના 300થી 400 જેટલા ખેડૂતો દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનથી રિંગ રોડ ફરતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ખેડૂતોને રેલીની મંજૂરી ન મળી હોવાના કારણે બહુમાળી ભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...