ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! આ જિલ્લામાં DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
દ્વારકા જિલ્લાના ખેડૂતો ફરી એકવાર પરેશાન થયા છે. શિયાળુ પાક માટે જરૂરી DAP ખાતર બાદ હવે યુરિયા ખાતર યોગ્ય પ્રમાણમાં નહીં મળતા ધરતીપુત્ર ફરી ચિંતામાં મુકાયા છે.
ગોવિંદ આહીર/જામ ખંભાળિયા: ચાલુ વર્ષે અવિરત વરસાદના કારણે ખેડૂતોને અનેક જાતની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે હાલ શિયાળુ પાક માટે જરૂરિયાત મુજબ નું યુરિયા ખાતર લેવા માટે ધરતીપુત્ર થઈ રહ્યા છે પરેશાન દ્વારકા જિલ્લાના મોટાભાગના સ્ટોરમાં ખાતર પૂરતા પ્રમાણ માં મળતું ન હોય ખેડૂતની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો હોય તેવો ઘાટ સર્જાયો હતો.
'પટ્ટા મારનારના પટ્ટા ઉતારો નહીં તો ગુજરાત ગજવીશું, કોંગ્રેસનું 10 દિવસનું અલ્ટિમેટમ
સરકાર તાત્કાલિક ખાતરનો સ્ટોક પૂરો પાડે તેવી માંગ
આ અંગે સરકારી સ્ટોર ની મુલાકાત લેતા તેમણે યુરિયા ખાતરને બદલે બીજા અન્ય ખાતર વાપરી શકાય તેવી ભલામણ કરી હતી પરંતુ શા માટે યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક અહીં ઉપલબ્ધ નથી તે અંગે જણાવ્યું ન હતું ત્યારે હાલ ખાતરની મુશ્કેલી વચ્ચે ખેડૂતો એક દુકાને થી બીજી દુકાને ધક્કા ખાતા અને લાંબી લાંબી કતારો માં ઉભા રહેતા નજરે પડ્યા હતા અને સરકાર તાત્કાલિક ખાતરનો સ્ટોક પૂરો પાડે તેવી માંગ કરી હતી.
ગુજરાતના બે લોક ગાયકો વચ્ચે વિવાદ! સાગર પટેલે કહ્યું; માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી
ખાતરની જરૂર ન હોય છતાં પણ લેવું પડે તેવી સ્થિતિ નિર્માણ
દ્વારકા જિલ્લામાં આ વખતે સારા વરસાદના કારણે કુવા બોરમાં પૂરતા પાણી છે ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે ખાતરની ખાસ જરૂર હોય છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ શિયાળુ પાક લેવા માટે ખેતી તૈયાર કરી લીધી છે, પરંતુ ખાતર ન મળવાના કારણે રોજ શહેરમાં ધક્કા ખાવા પડે છે છતાં પણ યુરિયા ખાતર નથી મળતું તેની સામે અન્ય બીજા ખાતર મળે છે પરંતુ તે ખાતરની જરૂર ન હોય છતાં પણ લેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
કેવી રીતે તૈયાર કરાય છે ગુજરાતમા 'આવક'ના દાખલા! સુરતમાં ઝડપાઈ RTE પ્રવેશ માટે ગોલમાલ
દ્વારકા જિલ્લામાં કુલ 162000 હેકટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર
ત્યારે સરકાર વહેલી તકે યુરિયા ખાતરનો સ્ટોક પૂરતો ફાળવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે. દ્વારકા જિલ્લામાં કુલ 162000 હેકટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે અને જેની જરૂરિયાત પ્રમાણે ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી થઈ રહ્યો જેના લીધે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.