પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ જિલ્લાના ખેડૂતોએ રવી સીઝનમાં મોટા ખર્ચાઓ કરી રાયડાનું મબલખ વાવેતર કર્યું અને ઘણી જાળવણી કરી પાક ઉછેર કર્યો અને હાલમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી જતા રાયડાના પાકમાં મોલોમસીનો રોગચાળો આવતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છૅ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના બે કારસેવકોની જુબાની; જાણો ગોળીબાર અને રક્તથી લાલ બનેલી સરયુની વ્યથા


પાટણ જિલ્લાના ખેડૂતોએ રવી સીઝનમા ઘણી આશાઓ સાથે ખેડ, ખાતર, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી રાયડાનું વાવેતર કર્યું અને ઘણી મુશ્કેલીઓ વેઠી પાક ઉછેર કર્યો અને હાલ પાક તૈયાર થવાના આરે રહેવા પામ્યો તેવા માં ઠંડીનું પ્રમાણ ઘટતા પાકમા મોલો મસી નામનો રોગ આવતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છૅ. મોલો મસીના રોગને કારણે છોડ પર આવેલ ફૂલ ચૂસી જતા ખેડૂતોના પાક ઉત્પાદન પર મોટી અસર થવાની ભીતિ સેવી રહ્યા છૅ.


ગુજરાતના આ જિલ્લાઓની બગડી જશે હાલત! અંબાલાલ પટેલની ગાભા કાઢી નાંખે તેવી આગાહી?


હાલ તો ખેડૂતો પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છૅ, પણ દાવાની આડ અસર પાક પર જોવા મળી રહી છૅ અને દાવાને લઇ ઉભો પાક સુકાવા લાગ્યો, જેને લઇ ખેડૂતોને હવે શું કરવું તેની વિમાષણમાં મુકાઈ જવા પામ્યા છૅ. પાટણ જિલ્લા મા રાયડાનું વાવેતર કુલ 29 હજાર હેક્ટરમાં થવા પામ્યું છૅ.


પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં બદલાયા કોંગ્રેસ અને AAPના સૂર, આ નેતાઓ પહોંચ્યા રામના શરણે