સંદીપ વસાવા/સુરત: સુમુલ ડેરી વિરુધ વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે. એક સપ્તાહમાં બીજી વખત દૂધ મંડળીના પ્રમુખોની મીટીંગ મળી હતી. જેમાં લાભ પાંચમથી દૂધ બંધ કરવાની ચીમકી આપી દીધી હતી. જો સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુમુલ ડેરી તાપી અને સુરત જીલ્લાની જીવાદોરી સમાન છે. તાપી અને સુરત જીલ્લાના મળી કુલ 2.50 લાખ સભાસદો આ ડેરી પર નભે છે. પરંતુ હાલ આ અઢી લાખ સભાસદો સુમુલ ડેરીથી નારાજ ચાલી રહ્યા છે અને સુમુલ વિરુદ્ધ હાલ મીટીંગોનો દોર ચાલી રહ્યો છે. કુલ 8 જેટલી માંગોને લઇ હાલ આ સભાસદો સુમુલ ડેરીથી નારાજ ચાલી રહ્યા છે. સુમુલ ડેરીમાં હાલ સુરત-તાપી સિવાય મહારાષ્ટ્રથી દૂધ લેવામાં આવે છે અને આજ આંતર રાજ્યથી આવતા દૂધને લઇ સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે. મંડળીના પ્રમુખો ધ્વારા આ સમસ્યાઓને લઇને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી આપી છે.


સુમુલ ડરી સહકારી સંસ્થા છે, પરંતુ દૂધ મંડળીના પ્રમુખો આક્ષેપ કરી રહ્યા છે કે હાલ સુમુલ ડેરીમાં અંગ્રેજો જેવી સરમુખત્યારશાહી ચાલી રહી છે. સુમુલ ડેરી કોન્ટ્રકટરોના હાથમાં આપી દેવામાં આવી છે. એક સમય હતો, જયારે સુમુલ ડેરી એક એમડી અને ત્રણ મેનેજરોથી ચાલતી હતી. પરંતુ આજે એક એમડી અને 25 જેટલા મેનેજર અને દરેક મેનેજરના પીએ રાખવામાં આવ્યા છે. જેના પગાર લાખોમાં છે અને જેનો બોજો સભાસદો પર પડી રહ્યો છે.


સુમુલ ડેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં બે-બે રૂપિયા કરીને લગભગ 10 રૂપિયાનો લીટર દીઠ પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો છે. પરંતુ તેની સામે સુમુલ ડેરી દૂધ, દુધની અન્ય બનાવટ તેમજ દાણમાંથી લગભગ વર્ષે 750 કરોડ રૂપિયાની કમાણી કરે છે અને તેની સામે દૂધ વધારાના માત્ર 200 કરોડ જ ચુકવવામાં આવે છે તો બાકીના પૈસા ક્યાં જાય છે તે બાબતે પણ મંડળીના પ્રમુખો સવાલ ઉઠાવી રહ્યા છે.


તાપી અને સુરત જીલ્લાના પશુપાલક સભાસદોની કુલ 8 માંગો છે જે પેકીની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી. 15 દિવસ પહેલા સુરત અને તાપી જીલ્લાના સભાસદો ધ્વારા સુરત સુમુલ ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે સુમુલ સંચાલકો દ્વારા આ પશુપાલકોને 7 દિવસમાં બોર્ડની મીટીંગ બોલાવી સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ વાતને 15 દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સમસ્યાની નિરાકરણ નહી આવતા પશુપાલકો ફરીથી રોષે ભરાયા છે અને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.


જુઓ આ પણ વીડિયો:-