ઝી બ્યુરો/પાટણ: જિલ્લાના ખેડૂતો આમ તો મુખ્યત્વે ઘઉં, એરંડો, રાયડો સહીતના પાકોનું વાવેતર હાલ કર્યું છે પણ હવે આ પાક સિવાય પણ નવા પાક સોયાબીનના વાવેતર  તરફ ખેડૂતો વળ્યાં છે અને પાકના પોષણ ક્ષમ ભાવ મળી રહેવા પામ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોએ ચીલા ચાલુ ખેતી છોડી નવા પાકનું વાવેતર કર્યું
પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેવા પામ્યો છે અને હવે ખેડૂતોએ નવા નવા પાક વાવેતર પર હાથ અજમાવી રહ્યા છે. તેમાં ભૂતિયાવાસના ગામે ખેડૂતોએ ચીલા ચાલુ ખેતી છોડી સોયાબીનના નવા પાકનું વાવેતર કર્યું અને તેમાં સફળતા મળવા પામી છે. ઓછા ખર્ચમાં સારુ એવું ઉત્પાદન અને સારા ભાવને લઇ ખેડૂતોનું સાહસ ફળવા પામ્યું છે. 


પોષણ ક્ષમ ભાવ મળતા ખેડૂતો હરખાયા
આમ તો સોયાબીનની જણસનું વેચાણ મુખ્ય ઇડર તરફનું છે પણ પાટણ apmc દ્વારા પ્રથમ વખત સોયાબીનની હરાજી શરુ કરતા હવે પાટણના ખેડૂતોને સરળતા બનવા પામી છે અને પાટણ apmcમાં સોયાબીન ની પ્રથમ હરાજીમાં ખેડૂતોએ માલનું વેચાણ કર્યું છે. 20 કિલો સોયાબીનનો ભાવ રૂપિયા 831નો મળવા લાગ્યો છે અને ખેડૂતોએ કરેલ ખર્ચા સામે પોષણ ક્ષમ ભાવ મળતા ખેડૂતો હરખાવા પામ્યા છે. 


પાટણમાં સોયાબીનની ખેતીનું કુલ 114 હેક્ટરમાં વાવેતર
તો પાટણ જિલ્લાના ખેડૂતો ચીલા ચાલુ ખેતી છોડી નવા પ્રયોગો કરી નવી ખેતી તરફ વળવા પામ્યા છે. પાટણ apmc માં પ્રથમ વખત સોયાબીનની હરાજીમાં 75થી 80 મણની આવક થવા પામી છે. પાટણ જિલ્લામાં સોયાબીનની ખેતી કુલ 114 હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે.