ઘરતી પુત્રનો રોષ: પાક વિમા મુદ્દે ટંકારાના જિલ્લાના 44 ગામના ખેડૂતોની રેલી
ટંકારા તાલુકાના ખેડૂતોને વીમા કંપની દ્વારા મગફળીનો વીમો માત્ર 29 ટકા જ દેવામાં આવ્યો હોવાથી ખેડૂતોમાં રોશની લાગણી ફેલાઈ છે. અને ટંકારા તાલુકાના 44 ગામના ખેડૂતો દ્વારા સરપંચ અને મંડળીના પ્રમુખ સહિતના આગેવાનોની આગેવાનીમાં વિશાળ રેલી યોજી હતી. અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતોને જો પાક વીમો પુરતો નહિ ચુકવવામાં આવે તો આગામી દિવસોમાં ચુંટણીનો બહિષ્કાર કરવા સહિતના કાર્યક્રમો ટંકારા તાલુકામાં દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હિમાંશુ ભટ્ટ/ મોરબી: ટંકારા તાલુકાના ખેડૂતોને વીમા કંપની દ્વારા મગફળીનો વીમો માત્ર 29 ટકા જ દેવામાં આવ્યો હોવાથી ખેડૂતોમાં રોશની લાગણી ફેલાઈ છે. અને ટંકારા તાલુકાના 44 ગામના ખેડૂતો દ્વારા સરપંચ અને મંડળીના પ્રમુખ સહિતના આગેવાનોની આગેવાનીમાં વિશાળ રેલી યોજી હતી. અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતોને જો પાક વીમો પુરતો નહિ ચુકવવામાં આવે તો આગામી દિવસોમાં ચુંટણીનો બહિષ્કાર કરવા સહિતના કાર્યક્રમો ટંકારા તાલુકામાં દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી જીલ્લામાં ઓછો વરસાદ થયો હોવાથી પાંચ પૈકીના ત્રણ તાલુકાને અછતગ્રસ્ત અને બે તાલુકાને ઈનપુટ સબસીડી માટે સરકાર દ્વારા અછરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ટંકારા તાલુકાનો સમાવેશ ઈનપુટ સહાય માટે અછતગ્રસ્ત તાલુકામાં થતો હતો અને આ તાલુકાના 44 ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતરમાં બિયારણ ફેઈલ ગયું હોવાથી સરકાર તરફથી વળતરની રકમ પણ ખેડૂતોને ચુકવવામાં આવી છે. તેમ છતાં પણ આ તાલુકાના ખેડૂતોને મગફળીનો માત્ર 29 ટકા અને કપાસનો માત્ર 8 ટકા જ વીમો દેવામાં આવ્યો છે.
ભાવનગર: શિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના, લોકો ભયનો માહોલ
આજે ટંકારાની લતીપર ચોકડી પાસે 44 ગામના સરપંચો, મંડળીઓના પ્રમુખ સહિતના હોદેદારો તેમજ ખેડૂતો એકત્રિત થયા હતા અને ત્યાંથી મામલતદાર કચેરી સુધીની ઢોલ નગર સાથે રેલી યોજી હતી. ત્યારે ભાજપ સરકાર હાય હાય અને વીમા કંપની હાય હાયના સુત્રોચ્ચાર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. અને ખેડૂતોનું બિયારણ જ નિષ્ફળ ગયું હોવાથી દરેક ખેડૂતોને વીમા કંપની દ્વારા પુરતો વીમો ચુકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
વીમો ચુકવવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન અને તમામ ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. તેવી ચીમકી ટંકારા તાલુકાના 44 ગામના સરપંચો સહિતના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અને આ અંગેનું મામલતદારને આવેદનપત્ર પણ ટંકારા તાલુકા સરપંચ એસો. દ્વારા પાઠવવામાં આવ્યું છે.