મન મૂકીને વરસાદ વરસતા ખેડૂતોએ પૂજા કરીને વાવણી શરૂ કરી
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી.
અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી.
ગીર સોમનાથના વેરાવળમાં ધરતીપુત્રોએ વાવણીનો શુભારંભ કર્યો છે. આમ, વર્ષો બાદ ભીમ અગિયારસના દિવસે વાવણીના મુહુર્ત સચવાયા છે. વાયુ વાવાઝોડાએ ધરતીપુત્રોને જળ પ્રસાદ આપીને તેમનુ મુહૂર્ત સાચવ્યું છે. વેરાવળ, તાલાલા, સુત્રાપાડામાં બે દિવસ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ જોવા મળ્યા છે. પરંપરા મુજબ વાવણી કરતા પહેલા બળદોને શણગાર કરવામાં આવી છે. આ સાથે ધરતી માતાનું પૂજન પણ કરવામાં આવે છે. આમ, પૂજા કરીને વાવણીનો શુભારંભ કરવામાં આવે છે. આમ, આજે અનેક ખેડૂતોએ પૂજા કરીને વાવણીની શરૂઆત કરી હતી. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે.
લલિત વસોયાએ પણ વાવણી કરી
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ આજે વાવણી કરીને ખેતીના શ્રી ગણેશ કર્યા છે. લલિત વસોયાએ વાવણી કરીને શુકન સાચવ્યું હતું. વસોયાએ પોતાના ખેતરમાં જાતે બળદ હાંકીને વાવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પંચમહાલમાં મોરવા હડફના ખાનપુર ખાતેથી રાજ્ય કક્ષાના 15માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. તેમણે ખેતી, પશુપાલનમાં અવનવી શોધો માટેના એક્ઝિબિશન નિહાળ્યા હતા. કૃષિ મંત્રી જયદ્રથ સિંહ પરમાર, સાંસદ રતનસિંહ, અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા.