ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત ખેડૂત એકતા મંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયુ છે તેના સ્થાને અન્ય લોકોને સહાયાની ચુકવણી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણીયારી ગામના ખેડૂતો સાથે થયેલી છેતરપીંડીને દસ્તાવેજો સાથે ઉજાગર કરી ખેડૂત એકતામંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યુ કે અછત રાહત માટે જે ખેડૂતના નામનું ફોર્મ ભરાયું  છે તે ખેડૂતોના નામ અને જમીનની વિગતો યથાવત રહી પરંતુ બેંક ખાતા ધારકોનું નામ અને ખાત ધારકોના નામ બદલાઈ ગયા. સહાયની રકમ નવા દાખલ થયેલા બેંક એકાઉન્ટમાં જમા થઇ આ સિવાય જે વ્યક્તિનું અવસાન થયું છે તેના નામે જમીન ચાલતી હોવાથી તેના નામનું ફોર્મ ભરી બેંકની વિગત બીજા નામની દાખલ કરી. આ રકમ ઉપાડી લેવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનાં ચકચારી સુર્યા મરાઠી કેસમાં આવ્યો વધારે એક ચોંકાવનારો વળાંક


ચોકાવનારી વાતતો એ છે કે જે ખેડૂતોએ સહાય માટે અરજી કરી નથી, તેવા ખેડૂતોના નામે પણ સહાય લેવાઇ ગઇ છે. સરકાર તરફથી જેવી ગ્રાન્ટ ખાતામાં જમા થઇ કે તરતજ સહાની રકમ ઉપાડી લેવામાં આવી છે. સાગરે ઉમેર્યુ કે જ્યારે ખેડૂત ઓન લાઇન અરજી કરે છે ત્યારે તેનો પાસવર્ડ ગ્રામપંચાયતના વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર, ગ્રામસેવક અને તાલુકા વિકાસ અધિકારી પાસે હોય છે. જે ખેડૂતની અરજીમાં કોઇ ફેરફાર કરી શકે છે. માટે તેઓ સીધો આક્ષેપ કરે છે કે ગ્રામ્ય પંચાયતના વીસી તલાટી અને તાલુકા વિકાસ અધિકારીની સીધી સંડોવાની હોઇ શકે છે. માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 24 કેસ બહાર આવ્યા છે. જેમાં 13600 રૂપિયા પ્રમાણે ત્રણ લાખ એકવીસ હજારનું સ્કેમે માત્ર 24 કેસમાં થયુ છે. 


કોટડા સાંગાણી: ભાજપી સરપંચના પુત્રએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું, અને બાદમાં ગેંગરેપ...


ખેડૂત મંચનો દાવો છે કે આ સ્કેમ બહાર આવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણીયારી ગામનુ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યુ છે. ખેડૂત મંચનો આક્ષેપ છે કે, ખેડૂતોના નાણા કોઇ મોટા માથા સુધી જાય છે. રાજ્ય સરકાર સમક્ષ ખેડૂત મંચે માંગણી કરી કે, સરકાર 10 દિવસમાં હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળની તપાસ આપે. જો સરકાર માંગ નહી સ્વિકારે તો ખેડૂત મંચ કોર્ટમાં અરજી કરીને તપાસ પંચની માંગ કરશે. ખેડૂત મંચના પ્રમુખ સાગર રબારીએ આ માગણીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube