પ્રશાંત ઢીવરે/સુરત: હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતમાં ફેશન ડીઝાઈનના વિદ્યાર્થીઓએ આ વખતે ધૂળેટી નિમિતે ખાસ પ્રકારની જ્વેલરી અને કપડાની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. વિદ્યાર્થીઓ અનોખા અંદાજ સાથે એકબીજાને કલર લગાવી ડીજેના તાલ પર ઝૂમી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રિપુરા, ગુજરાત, ઉત્તરાખંડની તે ફોર્મ્યુલા..BJP કર્ણાટકમાં હિટ કરવાનો કરશે પ્રયાસ!


કોરોનાને લઈને તહેવારોની ઉજવણી પર ગ્રહણ લાગ્યું હતું પરંતુ હવે કોઈ નીયંત્રણ ના રહેતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  લોકોએ મનમુકીને ધૂળેટી પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ કરી લીધી છે, ત્યારે સુરતમાં ફેશન ડીઝાઈનના વિદ્યાર્થીઓએ અનોખી જ્વેલરી અને કપડાની ડીઝાઈન કરી છે. વિદ્યાર્થીનીઓએ આ વખતે કલર ફૂલ જ્વેલરી બનાવી છે આ ઉપરાંત જ્વેલરી દોરા,કપડાં,લેસીસ,બટન,સહિતના મટીરીયલથી ડિઝાઇનો તૈયાર કરાઈ છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. 


અંબાજીમાં મેઘો ત્રાટક્યો: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 3 દિવસ છે મહાખતરો!


ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ કંઈક નવું કરવાનું વિચાર્યું હતું અને આ અનોખી જ્વેલરી અને કપડાની ડિઝાઈન બનાવી તેઓએ અનોખી રીતે ધૂળેટીની ઉજવણી કરી હતી.