વડોદરામાં લારી ધારકે હપ્તો આપવાની મનાઇ કરતા જીવલેણ હુમલો, 3 ઘાયલ
શહેરના છાણી ગામમાં નવનિર્મિત છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ પર હપ્તાખોરો દ્વારા હપ્તા મુદ્દે મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરામાં હપ્તાખોરો દ્વારા જાહેરમાં એક વ્યક્તિને હપ્તો નહી આપવા મુદ્દે માર મારવામાં આવ્યો હતો. ચા નો ધંધો કરતા એક વ્યક્તિએ હપ્તો આપવાની મનાઇ કરતા પાઇપ અને ડંડા વડે જાહેરમાં માર માર્યો હતો. આટલું જ નહી મદદ માટે દોડી આવેલા મિત્ર અને પિતાને પણ ફટકારી રૂપિયા તથા મોબાઇલ ફોન સહિત 13 હજારની લૂંટ ચલાવીને ટોળકી ફરાર થઇ ગયા હતા. હુમલામાં ઘવાયેલા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા : શહેરના છાણી ગામમાં નવનિર્મિત છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ પર હપ્તાખોરો દ્વારા હપ્તા મુદ્દે મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરામાં હપ્તાખોરો દ્વારા જાહેરમાં એક વ્યક્તિને હપ્તો નહી આપવા મુદ્દે માર મારવામાં આવ્યો હતો. ચા નો ધંધો કરતા એક વ્યક્તિએ હપ્તો આપવાની મનાઇ કરતા પાઇપ અને ડંડા વડે જાહેરમાં માર માર્યો હતો. આટલું જ નહી મદદ માટે દોડી આવેલા મિત્ર અને પિતાને પણ ફટકારી રૂપિયા તથા મોબાઇલ ફોન સહિત 13 હજારની લૂંટ ચલાવીને ટોળકી ફરાર થઇ ગયા હતા. હુમલામાં ઘવાયેલા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
છાણી ગામમાં આવેલા માધવ પાર્ક સોસાયટીમાં રહેતા અંકિત પરમાર છાયાપુરી રેલવે સ્ટેશન દરવાજા સામે ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે તેઓ લારી માટે માલ સામાન ખરીદી કરવા માટે જવાના હતા. પૈસા ખીચામાં મુકીને જઇ રહ્યા હતા. ત્યારે સમીર રાણા (રહે. નપાડ ગામ, આણંદ) જહાંગીર રાણા, મોહસીન ઉર્ફે મોસલો રાણા અને અન્ય એક વ્યક્તિએ ઇક્ટીવા તથા બાઇક પર આવ્યા હતા. હપ્તો કેમ નથી આપતો તેમ કહીને અંકિત પરમારને પાઇપ અને ધોકા વડે માર મારવાનું ચાલુ કરી દીધું હતું.
અંકિતને બચાવવા માટે તેના પિતા કમલેશભાઇ અને મિત્ર મોહસીન શેખ વચ્ચે પડતા હુમલાખોરોએ તેને પણ માર માર્યો હતો. 7 હજાર રૂપિયા રોકડા, 6 હજારની કિંમતનો મોબાઇલ ફોન લૂંટીને ફરાર થઇ ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
છાણી પોલીસ દ્વારા ફરિયાદના આધારે ઉપરોક્ત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરીને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પોલીસનો ડર જ ન હોય તે પ્રકારે અસામાજીક તત્વો બેફામ બની રહ્યા છે. લૂંટ, ચોરી અને બળાત્કાર જેવી ઘટનાઓનો ગ્રાફ ધીરે ધીરે ઉપર જઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube