પાલનપુર/ગુજરાત : એક પિતા માટે સૌથી વધુ લાડકી તેની દીકરી હોય છે. એક પિતા માટે તેના લગ્નનો પ્રસંગ તેના માટે આજીવન સાંભરણા હોય છે. ત્યારે પાલનપુરમાં એક પિતાએ જે લાડકીની જાન નીકળવાની હતી, તે દીકરી તેના પિતા સાથે અનંત માર્ગે નીકળી હતી. આજે શનિવારે જે યુવતીના લગ્ન થવાના હતા, તેનું શુક્રવારે ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. સાથે જ તેના પિતા મહેબૂબ ખાન સહિત ચાર લોકોના મોત નિપડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"192358","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"palanpur.jpg","field_file_image_title_text[und][0][value]":"palanpur.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"palanpur.jpg","field_file_image_title_text[und][0][value]":"palanpur.jpg"}},"link_text":false,"attributes":{"alt":"palanpur.jpg","title":"palanpur.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ડીસા-મંડાર હાઇવે પર કુચાવાડા પાસે શુક્રવારે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માત થયો હતો. જેમાં અમીરગઢની કન્યા આયેશાબાનુ તથા તેના પિતા મહેબૂબ ખાન સહિત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આજે અમીરગઢમાં એકસાથે પિતા-પુત્રીની અર્થી નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. જાનના બદલે અર્થી નીકળતા આખા ગામે આંખમાં આસુ સાથે બંનેને વિદાય આપી હતી. આખુ ગામ સ્મશાન યાત્રામાં જોડાયું હતું. લગ્ન મંડપમાં જ્યાં લગ્નના ગીતો ગવાના હતા, ત્યાં આજે માતમ છવાયો હતો. આજે શનિવારે જ આયેશાબાનુના લગ્ન હતા. 


[[{"fid":"192363","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"shadikajashn.JPG","field_file_image_title_text[und][0][value]":"shadikajashn.JPG"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"shadikajashn.JPG","field_file_image_title_text[und][0][value]":"shadikajashn.JPG"}},"link_text":false,"attributes":{"alt":"shadikajashn.JPG","title":"shadikajashn.JPG","class":"media-element file-default","data-delta":"2"}}]]


અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત નિપજ્યા હતા. કાર માં સવાર પરિવાર દીકરાના લગ્ન પ્રસંગ માંથી પરત ફરી રહ્યાં હતા. અમીરગઢના ટ્રાન્સપોર્ટર મુરાદખાન મહેબુબખાન પઠાણના ઘરે પુત્ર અને પુત્રીનાં લગ્નનો પ્રસંગ લેવાયો હતો. ગુરુવારે સાંજે તેઓ પુત્ર આરીફખાનની જાન લઇ વાજતે-ગાજતે રાજસ્થાનના ગયા હતા. પુત્રના લગ્ન પતાવી મહેબુબ ખાન, તેમનાં પત્ની સાયરાબાનું અને શનિવારે જેનાં લગ્ન હતાં તે આયશાબાનુ સહિત 6 લોકો સ્વીફ્ટ ગાડીમાં સવાર થઈને અમીરગઢ આવવા નીકળ્યા. તેઓ શુક્રવારે વહેલી સવારે પાંથાવાડાના કુચાવાડા ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે તેમની સ્વીફ્ટ ગાડીને ડીસા બાજુથી આવતા ટ્રેલરે ટક્કર મારતા સ્વીફ્ટનો ખુદડો બોલી ગયો હતો, જેમાં મુરાદખાન પઠાણ અને તેમની પુત્રી આયશાબાનુનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં.