વડોદરા: વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની જાણે પ્રથા બની ગઇ હોય તેમ આજના સમયમાં લોકો તેમના અવનવા વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યાં છે. આવી જ એક વડોદરાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પિતા જાતે દીકરી સાથે ચાલુ કારે જોખમી સ્ટંટ કરી રહ્યા છે અને સેલ્ફી પણ લઇ રહ્યા છે.


વડોદરાના એક વ્યક્તિએ તેની દીકરી સાથે ઓડી કારમાં ફરવા નિકળ્યો હતો. અને તે સમયે તેની દીકરી સાથે ચાલું કારે જોખમી સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પિતા તેની દીકરી સાથે ઓડી કારમાં જઇ રહ્યા હોય છે તે સમયે તે બન્ને જણા કારની રૂફથી બહાર નીકળીને પિતા તેની પુત્રી સાથે સેલ્ફી લે છે. જ્યારે આ ચાલુ કારે જોખમી સેલ્ફી લેવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.