ઉડતા ગુજરાત : અનુપમ સિનેમા નજીક પિતા-પુત્ર અધધ ગાંજા સાથે ઝડપાયા
SOG ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખોખરાના અનુપમ સિનેમા નજીકથી 18 કિલો ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે
અમદાવાદ : SOG ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખોખરાના અનુપમ સિનેમા નજીકથી 18 કિલો ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. રીક્ષા ડ્રાઇવિંગની આડમાં આ પિતા-પુત્ર બે નંબરના ધંધાને અંજામ આપતા હતા અને ગુજરાતનાં યુવા ધનને અધ: પતનમાં ધકેલતા હતા. ખોખરાના સલાટવાડમાં રહેતી એક મહિલા પાસેથી આ બંન્ને ગાંજાનો જથ્થો ખરીદીને વેચતા હતા.
સુરતમાં એકઠા થયેલા વેપારીઓએ કેન્દ્ર સરકારના RCEPના નિર્ણયનો કર્યો વિરોધ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સ્ટેટ ઓપરેશન ગ્રુપ (SOG) ને બાતમી મળી હતી કે,હરીષ કોષ્ટિ (ઉ.વ 57) અને સુનિલ કોષ્ટિ (ઉ.વ 20) નામના પિતા પુત્ર ગાંજાની મોટી ખેપ લઇને નિકળવાનાં છે. જેના પગલે એસઓજીએ વોચ ગોઠવીને બંન્નેને ઝડપી લીધા હતા. તેમની તપાસ કરતા 18 કિલોથી વધારે ગાંજો મળી આવ્યો હતો. બંન્નેની અટકાયત કરીને પોલીસ પુછપરછ કરતા બંન્ને રીક્ષા ડ્રાઇવિંગની આડમાં આ ધંધો લાંબા સમયથી કરતા હોવાનું કબુલ્યું હતું. આ ઉપરાંત ખોખરાનાં સલાટવાડમાંથી મદીના શેખ નામની મહિલા પાસેથી ગાંજો લાવતા હોવાનું પણ કબુલ્યું હતું. જ્યારે મદીના પોતાના પુત્ર અજુ સાથે મળીને સુરતથી મોટા પ્રમાણમાં ગાંજો લાવતી હોવાનું પણ સામે આવ્યું હતું. આ તમામ રેકેટ ઘરમાંથી જ ચાલતું હતું. ઉપરાંત ઓળખીયા અને વિશ્વાસપાત્ર લોકોને જ ગાંજો આપવામાં આવતો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના હાલ, લોબીમાં ખાટલા પાથરી સારવાર આપી
ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભાજપમાં જોડાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં યુવાનોમાં હવે દારૂ પ્રત્યેનો ક્રેઝ ઘટતો જઇ રહ્યો છે. જ્યારે ગાંઝો ડ્રગ્સ અને અફીણ જેવા નશાકારક પદાર્થોનું સેવન વધી રહ્યું છે. કારણ કે આ નશાકારક પદાર્થો પ્રમાણમાં ખુબ જ નાના હોવાથી સરળતાથી હેરફેર પણ કરી શકાય છે. ઉપરાંત કોઇ પણ સ્થળે ઉભા રહીને સરળતાથી નશો કરો કોઇને ખબર સુધ્ધા પડતી નથી. ઉપરાંત તેની કીક પણ વધારે હોવાથી યુવાનો હવે આ પ્રકારનાં નશા તરફ વળ્યાં છે. ત્યારે પોલીસને દારૂ હતો અને આ વધારાનો નશો મળતા હવે આવક બમણી ખયાનો આનંદ અનુભવે છે. રેલવે નેટવર્ક ચરસ ગાંજાને લાવવા માટેનું સૌથી મોટુ માધ્યમ બની ચુક્યું છે.