ગોંડલ: હાય રે કળયુગ... ગોંડલ તાલુકાના ધુડસીયા ગામે પરિવારના મોટા પુત્રની બાપ દીકરાએ ધોકા મારી કરપીણ હત્યા નીપજાવ્યા બાદ તેનું હાર્ટ એટેકથી મોત થયાની કહાની ઘડી કાઢી અંતિમ વિધિ પણ કરાવી નાખ્યા બાદ હત્યા થયાનું ફલિત થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ધુડસિયા ગામના રહેવાસી અને હાલ મેટોડા ખાતે બાલાજી ઇલેક્ટ્રોનિક કારખાનામાં કામ કરતા મેહુલભાઈ મહેશભાઈ મકવાણા ઉંમર વર્ષ 21 એ તાલુકા પોલીસમાં પોતાના દાદા મોહનભાઈ અને કાકા રાજુભાઈ વિરુદ્ધ પોતાના પિતા મહેશભાઈની ધોકા મારી હત્યા નીપજાવી હોવાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આઈપીસી કલમ 302, 201, 114 તથા જીપીએફ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


આ જાદુ નહીં, વૈજ્ઞાન છે! ગુજરાતના બાળ વૈજ્ઞાનિકોએ હાથ ધર્યો એવો પ્રોજેક્ટ કે....


મેહુલભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા કાકા રાજુભાઈનું મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તારા બાપુને હાર્ટ એટેક આવી જતા મોત થયું છે. તું જલ્દીથી ઘરે આવી જા એટલે હું તાબડતોડ ઘરે પહોંચ્યો હતો અને વાડીએ જઈને જોતા મારા પિતા ખાટલામાં ગોદડા ઉપર પડ્યા હતા. બાદમાં ટ્રેક્ટરની ટ્રોલી માટે તેના મૃતદેહને અમે ઘરે લાવ્યા હતા અને મારા પિતાની લાશ ઉતારી રૂમમાં રાખી હતી, ત્યારે તેને માથાના પાછળના ભાગે વાગેલું હોય અને લોહી નીકળતું હતું ત્યારે મને તેના મોત અંગે શંકા થઈ હતી. 


પાછી ઠેલાશે ધો.9થી 12ની પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડને કેમ લેવો પડ્યો મોટો નિર્ણય?


મેં દાદા અને કાકાને પૂછતા તેઓએ કહ્યું કે, તેને એટેક આવ્યોને પડી જતા માથામાં લાગ્યું હતું. બાદમાં સગા સંબંધીઓએ એકઠા થઈ મારા પિતાની અંતિમ વિધિ સ્મશાન ખાતે કરી હતી. સ્મશાનેથી પરત આવ્યા બાદ મારા દાદાને ફરીથી પૂછતા તેઓએ કહ્યું હતું કે, ગઇકાલ સાંજના આશરે સાતેક વાગ્યે હું અને તારો કાકો રાજ બન્ને વાડીયે પાણી વાળતા હતા, ત્યારે તારો બાપુ દારૂ પી, ધોકો લઇ અમારી બાજુ આવેલ અને અમને જેમફાવે તેમ ગાળો દેવા લાગ્યો હતો. જેથી તારા કાકા રાજુએ તારા બાપુને ગાળો દેવાની ના પાડતા તારા બાપુ એ રાજુભાઈને માથાના ભાગે લાકડીનો ઘા મારી દેતા તેઓ પડી ગયા હતા અને બીજા ઘા મારવા જતાં હું દોડીને ત્યાં જઇ તારા બાપુને પાછળથી ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા.


ગુજરાતમાં ફરી ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?


ફરીવાર ગાળો બોલતા બોલતા ઉભા થતા હતા, જેથી અમને થયું કે તારો બાપુ અમારી સાથે માથાકુટ કરશે તેમ લાગતા મેં તારા બાપુના હાથમાં રહેલ ધોકો આંચકી લઇ તારા બાપુને ધોકાના બે- ત્રણ ઘા માથામાં અને હાથમા મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું, અને રાજુભાઇએ પણ બાજુમાંથી બડીકો લઇ બે ત્રણ ઘા માર્યા હતા.


સ્માર્ટસિટીમાં પીવાનું દુષિત પાણી બન્યું મોટી સમસ્યા,વિવિધ વિસ્તારોમાં ફેલાયો છે રોગ


રાત્રીના નવેક વાગ્યે તારા બાપુજી જયાં પડ્યા હતા ત્યાં જતા તારા બાપુ મૃત્યું પામ્યા હતા, જેથી અમે ત્યાંથી આવતા રહ્યા અને ઘરે આવી તારા બાપુને હાર્ટ-અટેક આવતા મૃત્યું પામ્યા છે તેવી વાત કરી હતી. પરંતુ ખરેખર તારા બાપુ અમારી સાથે અવાર નવાર દારૂ પી ઘરે આવી ગાળો આપી હેરાન પરેશાન કરતા હતા અને મારામારી પણ અમારી સાથે કરતા હોય જેથી અમે આવેશમાં આવી જતા તારા બાપુને માથાના ભાગે લાકડીના ઘા મારતા ઇજા થતા મૃત્યું થયું છે તેવું કબુલ્યું હતું. બનાવ અંગે તાલુકા પીએસઆઈ એમ એચ ઝાલા તપાસ હાથ ધરી હતી.