નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે ભાવનગર શહેરમાં પણ હિટ એન્ડ રનની ઘટનામાં એક સગીર યુવાને બેફિકરાઈથી કાર ચલાવી મોત નિપજતા તેના પિતા સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકો કે છૂટક મજૂરો!એક ક્લાસ દીઠ 50 રૂપિયા મળશે,આ રીતે થશે બાળકોની પ્રતિભાનો વિકાસ


ભાવનગરમાં બે માસ પૂર્વે શહેરના સિંધુનગરમાં રહેતા સુરેશભાઈ કૂકરેજા શાકભાજીનો વ્યવસાય કરતા હોય માર્કેટ યાર્ડમાં શાકભાજી લેવા એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે શહેરના હિમાંલિયા મોલ નજીક પહોચતા પાછળથી પૂરપાટ ઝડપી આવતી સ્વિફ્ટ કારે 56 વર્ષીય આધેડ સુરેશભાઈ કૂકરેજાને અડફેટે લીધા હતા. જેમાં તેઓનું ઘટના સ્થળે જ કમમાટીભર્યુ મોત નિપજ્યું હતું. 


વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતો માટે મોટા સમાચાર, 7 દિવસ આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી


અકસ્માત સર્જનાર એક સગીરવયનો યુવાન કે જેણે પોતાના મિત્રની કાર સાથે રેસ લગાવી હતી. જેને લઇ પૂરપાટ ઝડપે કાર ચલાવતા હિમાલીયા મોલ નજીક અકસ્માત સર્જાયો હતો, આ ઘણમામાં સુરેશભાઈ કૂકરેજાનું મોત થતા તેના પુત્ર દ્વારા સગીર યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવાન સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ યુવાન સગીર વયનો હોવાથી તેના પિતા દ્વારા સગીર યુવાનને કાર ચલાવવા આપી બેદરકારી દાખવતા તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા નામદાર હાઇકોર્ટમાં હિયરિંગ બાદ 304 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


આ વર્ષનું ચોમાસુ વધુ એક ચિંતા ખેંચી લાવ્યું! ગુજરાતના ખેડૂતોના જીવ પડીકે બંધાયા!


જેમાં ભાવનગર નિલમબાગ પોલીસે આજે સગીર ને કાર ચલાવવા આપી બેદરકારી દાખવવા બદલ ધરપકડ કરી લોકઅપ હવાલે કરી દીધા છે. આમ વાલીઓ માટે લાલબત્તી સમાન આ કેસમાં ભાવનગર પોલીસે સગીર દ્વારા હિટ એન્ડ રન કરી મોત નિપજાવવના કેસમાં પિતાની ધરપકડ કરી દાખલો બેસાડ્યો છે. 


હવે ચાંદથી 4 પગલાં દૂર ચંદ્રયાન-3, શુ તમને ખબર છે સુરતમાં બન્યો છે યાનનો મહત્વનો ભાગ