દાહોદઃ Leopard Attack in Dahod: ગુજરાતના દાહોદ જિલ્લામાંથી પિતાની બહાદુરીની ઘટના સામે આવી છે. જેમાં પિતાએ બહાદુરી બતાવી પોતાની દીકરીઓને દીપડાના હુમલાથી જીવતી બચાવી હતી. દીકરીઓને બચાવવા પિતાએ બહાદુરીપૂર્વક દીપડા સામે લડત આપી અને દીકરીઓને મોતના મુખમાંથી બચાવી લાવ્યા હતા. જેઓએ બહાદૂરી પૂર્વક દીપડાને પડકારી તેને ભગાડી મૂક્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપડાના નામથી લોકો ડરી જાય છે પરંતુ ગુજરાતના દાહોદમાં આવું બન્યું નથી. દીપડાએ મજૂરની માસૂમ દીકરીને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બહાદુર પિતાએ દીપડા સાથે લડીને દીકરીઓને મોતના મુખમાંથી બચાવી હતી. જે રીતે બહાદુર પિતાએ પોતાની બે દીકરીઓને દીપડાથી બચાવી અને દીપડા સાથે લડાઈ કરી. જેને લઈને ગામના લોકો પિતાની બહાદુરીના વખાણ કરી રહ્યા છે ત્યારે વન અધિકારીઓ પણ આશ્વર્યમાં છે.


આ પણ વાંચોઃ ખેડૂતો માટે મોટા સમાચાર, ઉનાળુ મગની ટેકાના ભાવે સરકાર કરશે ખરીદી


દાહોદમાં ફુલપુરની ઘટના
આ ઘટના દાહોદ જિલ્લાના ફુલપુર ગામમાં બની હતી. અહીં રહેતા અંકિત ડામોરનો પરિવાર એક કાચા મકાનમાં રહે છે. શૌચક્રિયાને કારણે રવિવારે સવારે 3 વાગે ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. ડામોરની બે દીકરીઓ ઘરમાં સૂતી હતી. જ્યારે ડામોર નિત્યક્રમ બાદ ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે દીપડાએ તેની નાની પુત્રી વંશને તેના જડબામાં પકડી રાખી હતી. ડામોરે દીકરીને બચાવવા દીપડા પર છલાંગ લગાવી હતી. જેથી દીપડો પુત્રીને છોડીને ગયો હતો.


મોટી પુત્રી દીપડાએ દબોચી
નાની દીકરીને છોડ્યા બાદ દીપડાએ નજીકમાં સૂતી પાંચ વર્ષની મોટી દીકરી કાવ્યાને પકડી લીધી હતી. દિપડો દીકરીને લઈને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો. જેથી ડામોરે તેની પાછળ પાછળ દોડીને દીપડા સાથે લડવા લાગ્યા હતા. થોડી ઝપાઝપી બાદ ડામોરે કપડાનો ટુકડો દીપડા પર ફેંક્યો હતો. જેથી તે  ગભરાઈ ગયો હતો અને ઝાડીઓમાં પ્રવેશતા પહેલાં પુત્રીને છોડી દીધી હતી. દેવગઢ બારિયા જિલ્લાના મદદનીશ વન સંરક્ષક પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં પિતા ખુલ્લા હાથે દીપડાની સામે દિવાલની જેમ ઉભા રહ્યો હતો અને બહાદુરીથી તેમની પુત્રીઓનો જીવ બચાવ્યો. આ બનાવમાં અંકિત ડામોરની બંને દીકરીઓને માથાના ભાગે અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. ચીસો સાંભળીને ગામના લોકો પણ પહોંચી ગયા હતા અને ઘટનામાં ઈજાગ્રસ્ત દીકરીઓને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી.


આ પણ વાંચોઃ દૂધ અને દાડમમાંથી વર્ષે 18 લાખની કમાણી, પતિ-પત્નીએ આ રીતે લખી સફળતાની કહાની


દીકરીઓને નવું જીવન મળ્યું
અંકિત ડામોરે પોતાની બહાદુરીથી બંને દીકરીઓનો જીવ બચાવ્યો એટલું જ નહીં, તેમને નવું જીવન પણ આપ્યું. આ ઘટનામાં અંકિત ડામેરનો પણ ઈજા થઈ હતી. ગામ અને આસપાસના વિસ્તારોમાં અંકિતની બહાદુરીની ખૂબ ચર્ચા થઈ રહી છે, જ્યારે વન વિભાગના અધિકારીઓએ હિંમતના વખાણ કરતાં તેમને ડેડ ઑફ યર કહ્યા છે. ગુજરાતમાં તાજેતરમાં દીપડાના હુમલાની આ ચોથી ઘટના છે. અગાઉ અમરેલી જિલ્લામાં દીપડાએ ત્રણ બાળકોને પોતાનો શિકાર બનાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube