• આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ અને મહેસાણાથી પણ કેટલાક લોકો આવ્યા હતા.

  • કંઈ પણ વિચાર્યા વગર કોરોનાકાળમાં એક પિતાએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં માતાજીના નામે હજારોની ભીડ ભેગી થવાનો મામલા કાંતિભાઈ વાઘેલા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. જોકે, આ ભીડ શા માટે ભેગી કરવામાં આવી હતી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. કાંતિભાઈ વાઘેલાએ પોતાની વિધવા પુત્રી માટે કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા. કંઈ પણ વિચાર્યા વગર કોરોનાકાળમાં એક પિતાએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા. આ કાર્યક્રમમાં કોઈ માસ્ક વગર દેખાયું ન હતું. પોલીસે કાર્યક્રમમાં હાજર રહેલા 50 થી વધુ લોકોની અટકાયત કરી છે. જાણીને આશ્ચર્ય લાગશે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ અને મહેસાણાથી પણ કેટલાક લોકો આવ્યા હતા, જેઓની પોલીસે અટકાયત કરી છે. 


આ પણ વાંચો : ભગવાન ભરોસે વડોદરામાં ભેગુ થયું 3000નું ટોળું, એક પણ જણાએ માસ્ક પહેર્યું ન હતું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"283874","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vadodara_crowd_zee4.jpg","field_file_image_title_text[und][0][value]":"vadodara_crowd_zee4.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vadodara_crowd_zee4.jpg","field_file_image_title_text[und][0][value]":"vadodara_crowd_zee4.jpg"}},"link_text":false,"attributes":{"alt":"vadodara_crowd_zee4.jpg","title":"vadodara_crowd_zee4.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


વિધવા પુત્રી માટે કાર્યક્રમ કર્યો
કાંતિભાઈ વાઘેલા નામના શખ્સે પોતાની વિધવા પુત્રી માટે સમગ્ર કાર્યક્રમ રાખ્યો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમના જમાઈનું કેન્સરને કારણે નિધન થયું હતું. જેથી પોતાની વિધવા પુત્રીનુ બધુ સારુ થઈ જાય અને પરિવાર પર જે દુખ આવ્યું છે તે ટળી જાય તે માટે તેમણે માતાજીની પધરામણીનો કાર્યક્રમ રાખ્યો હતો. માતાજીના પધરામણી કાર્યક્રમમાં લગભગ 3000 થી વધુ લોકો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં મુંબઈ અને મહેસાણાથી પણ કાંતિભાઈના સંબંધીઓ આવ્યા હતા.


આ પણ વાંચો : ખેડૂતો માટે CMની જાહેરાત, કિસાન સહાય યોજનાના નિયમોમાં ફેરફાર કરવો હોય તો કરી શકાશે  


સવારે 4 વાગ્યે સુરતમાં જર્જરિત ઈમારતનો એક ભાગ ધરાશાયી, નીચે સૂતા 3 મજૂરોના મોત