રઘુવિર મકવાણા/ બોટાદ: બોટાદ શહેરમાં રહેતા માલધારી સમાજના વિઠ્ઠલભાઈ બોળીયાએ પોતાના દીકરાના લગ્નની કંકોત્રીમાં દેશના ક્રાંતિકારી નેતાઓ, સ્ત્રી અત્યાચાર જાગૃતિ, વ્યસન મુક્તિ, બાળ લગ્ન તેમજ માલધારી સમાજના કુરિવાજો અને રૂઢિચુસ્ત રિવાજોને નાબુદ કરતી અનોખી લગ્ન કંકોત્રી બનાવી માલધારી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી માલધારી સમાજ તેમજ ઓબીસી પછાત વર્ગમાં જન જાગૃતિનું કામ કરતા ઓબીસી એકતા પરિષદના પ્રમુખ વિઠ્ઠલભાઈ બોળીયાના સુપુત્ર દેવકરણના તારીખ 16/02/2021 ના રોજ લગ્ન છે. જેની લગ્ન કંકોત્રી સામાજિક પરિવર્તનના વિચારોથી બનાવવામાં આવી છે. જેમાં પેલા પેજમાં અખંડ ભારતના નિર્માણ કરતા માલધારી પુત્ર ચંદ્રગુપ્ત મૌર્યની કાશય પ્રતિમાંનો ફોટો રાખવામાં આવ્યો છે. તેમજ સામાજિક ક્રાંતિના પીતા જ્યોતિરાવ ફુલે, ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સામાજિક ક્રાંતિના અજય યોદ્ધા સ્વામી વિવેકાનંદ, માનવતા અને કરુણા સાગર તથા ક્રાંતિકારી શ્રી કૃષ્ણ વિશેષ કરીને માલધારી સમાજમાં રહેલા સુધારા અને લગતા સૂત્રો લખવામાં આવે છે.


આ પણ વાંચો:- સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હાલ સારવાર હેઠળ


બાળ સગાઈ પાપ, બાળ લગ્ન મહાપાપ પ્રસંગો સામાજિક દર્શાવ્યા છે. તહેવાર અને તહેવાર સિમીત આવનાર પેઢીને શિક્ષણ આપો, જ્ઞાતિ આભૂષણ સમાજમાં દુષણ, રાષ્ટ્રીય પ્રેરણા અને ભારતના બંધારણના મોટા તેમજ ભારતના બંધારણનું મૂકવામાં આવેલ છે. જેના કવરપેજ પર વિશ્વ બૌદ્ધ પ્રતિમા સમ્રાટ અશોક ફોટો સાથે રાજ ધર્મના પોતાના વિચારોનું રજૂ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતભરમાં અનોખી કંકોત્રી માલધારી સમાજમાં સમાજ સમક્ષ મૂકવામાં આવી છે.


આ પણ વાંચો:- સુરેશ રૈના બન્યો અમદાવાદનો મહેમાન, MS Dhoni ક્રિકેટ એકેડમીનું કર્યું ઉદ્ઘાટન


માલધારી સમાજના અભણ અને અજ્ઞાત છે. તેમજ રૂઢિચુસ્ત વ્યવસ્થામાં ફસાયેલો સમાજ છે. ત્યારે આ એક જાગૃતિનો સંદેશ રૂપે આ લગ્ન કંકોત્રી છે. જેથી માલધારી સમાજમાં જાગૃતિ આવે અને સમાજ રૂઢિચુસ્ત વ્યવસ્થામાં બદલાવ આવે તેવા હેતુથી મે મારા દીકરાના લગ્ન કંકોત્રી બનાવી છે.


આ પણ વાંચો:- ભાજપના ત્રણ મોટા નેતા કોરોના પોઝિટિવ, સીએમ રૂપાણી બાદ આ નેતા પોઝિટિવ


અમારા માલધારી સમાજમાં એક પ્રેરણા બની રહે. જે મારા પપ્પાના વિચારો છે તેનો હું સાક્ષી બન્યો છું. પ્રસંગો છે તે એક સામાજીક વ્યવસ્થા છે અને પ્રસંગોમાંથી જ સમાજને શીખવાનું હોય છે. તેમજ પ્રસંગોને એક શોખ બનાવીને નહીં પરંતુ પ્રસંગોને સામાન્ય અને સાદિરીતે બનાવીને અમારા સમાજમાં એક ઉદાહરણ પુરુ પાડવાની મારા પપ્પાએ કોશિશ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube