અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી લગ્ન બાદ સાસરીમાં પોતાના સંયુક્ત પરિવાર સાથે રહેતી હતી. સંસાર ખુબ જ શાંતીથી ચાલી રહ્યો હતો. જો કે પિતા સમાન સસરાએ પુત્રવધુને પોતાની વધુ હોય તેવી રીતે ટ્રીટ કરવાનું શરૂ કર્યું હતું. સસરાએ જ પોતાની પુત્રવધુ પર નજર બગાડી હતી. જેથી યુવતીએ આ અંગેની જાણ પોતાના પતિને કરતા પતિ ઘર છોડીને નાસી ગયો હતો. બીજી જગ્યાએ લગ્ન પણ કરી લીધા હતા. તેણે પત્નીને જણાવ્યું કે, તારે મારા પપ્પાને ખુશ રાખવા જ પડશે. બીજા લગ્નની તસ્વીરો વ્હોટ્સએપ પર જોતા પત્ની બેભાન થઇને ઢળી પડી હતી. આખરે પરિણીતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇકોર્ટે ઝાટકણી કાઢી: હમીરસ તળાવને બ્યુટીફિકેશનના નામે તંત્રએ બરબાદ કર્યું, વિદેશી પક્ષીઓ પણ ગયા


અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા. સલમાન નામના આ યુવક સાથે પરણીને યુવતી સંયુક્ત પરિવારમાં રહેવા માટે આવી હતી. હીના સાસુ સસરાને માતા પિતા સમાન સમજતી હતી. જો કે અહીં તો ઉંધુ જ થયું હતું. સાસુ હીનાને દહેજ મુદ્દે વારંવાર દહેજ મુદ્દે મહેણા મારતા રહેતા હતા. જ્યારે સસરા સાસુ પરેશાન કરે છે તો આવ દિકરી મારી પાસે તેમ કહીને સાંત્વના આપવાના બહાને તેમની સાથે શારીરિક અડપલા કરતા રહેતા હતા. પહેલા તો યુવતીને લાગ્યું કે પિતા તરીકે સાંત્વના આપે છે. જો કે એક દિવસ તેને પોતાની બાહોમાં ભરી લઇને સસરાએ કહ્યું કે, મારા દિકરાને તો ખુશ કરે છે પરંતુ સસરાને ખુશ નથી રાખતી. આવું તો કેવી રીતે ચાલશે. તેમ કહીને તેને પથારી પર પટકી હતી અને પછી તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતી ત્યાંથી ભાગી ગઇ હતી. 


ગાંધીજીની જન્મ જયંતીએ દરગાહમાંથી હથિયારોનો જથ્થો, લતીફનો સાગરીત મોહમ્મદ ટેમ્પો ઝડપાયો


પોતાના પતિને આ અંગે વાત કરતા પતિએ કહ્યું તો પતિએ કહ્યું કે, તારી ફરજ છે કે તારા સસરાને તમામ પ્રકારે ખુશ રાખે. આમ કહીને તે રાજ્ય છોડીને જતો રહ્યો હતો. ત્યાર બાદ તે જ્યારે ફર્યો ત્યારે તેની સાથે બીજી પત્ની હતી. જેથી યુવતીને આઘાત લાગ્યો હતો. તેનો પતિ યુવતીને ઘરે લઇને આવ્યો ત્યારે તેણે પહેલી પત્ની યુવતીને ઘરેથી બહાર કાઢી મુકી હતી. કહ્યું કે, મને પણ ખુશ ન રાખી શકી અને મારા અબ્બાને પણ ખુશ નથી કરતી તો તારી કોઇ જરૂર નથી જતી રહે. જેના પગલે હાલ મહિલાએ પોલીસ કેસ દાખલ કરાવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube