અમદાવાદ: અમદાવાદથી થોડે દૂર આવેલા દહેગામ તાલુકા નજીક આવેલા મોટી માંસંગ ગામમાં આજે એક એવો કિસ્સો બન્યો છે જે સમગ્ર સમાજને હચમચાવી મૂકી દે તેવો કિસ્સો બન્યો છે. જેમાં પિતા એ જ પોતાની ચાર દિવસની બાળકીના પેટના ભાગે ચપ્પાના ઘા માર્યા હતા. વાત માત્ર એટલી જ છે કે પાંચ બાળકીઓના જન્મ બાદ દીકરાની ઘેલછાએ પિતાને નરાધમ પિતા બનાવી દીધો અને સમાજમાં શરમજનક બનાવને અંજામ આપી દીધો. ત્યારે હાલ તો નરાધમ પિતાની દહેગામ તાલુકાની રખિયાલ પોલીસે અટકયત કરી લીધી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેતાઓ જ રાજકીય રોટલા શેકવા મંદિર બહાર ગાય અને મસ્જિદ બહાર ભૂંડ નાખે છે 


એક તરફ સરકાર બેટી બચાઓ અને બેટી પઢાવના નારાને જોરશોરથી ગાય છે ત્યારે બીજી તરફ સમાજમાં આવાં કિસ્સાઓ પ્રકશમાં આવે છે. ત્યારે સમાજમાં આવા બનાવો બનવા પાછળનું એક માત્ર કારણ શિક્ષણની અછત હોવાના કારણે સમાજમાં આવા કિસ્સાઓ જન્મ લેતાં હોય છે. મહત્વનું છે કે હાલ આ ઘાયલ બાળકીને સારવાર અર્થે અમદાવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ત્યારે બીજી તરફ ચાર દિવસની બાળકી જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આ માસુમ બાળકીનો જીવ બચાવવા સારું ડોકટરો પણ તનતોડ મહેનત કરી રહ્યા છે.