ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા અને પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ જ પોતાની હવસનો ભોગ સંતોષવા માટે માત્ર નવ વર્ષની દીકરીને ભોગ બનાવી છે. એટલું જ નહિ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને કોઈને જાણ ન કરવા માટેની પણ ધમકી આપી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીરમાં સિંહોના અકાળે મોત માટે જવાબદાર છે આ 9 કારણો, કોર્ટ મિત્રએ બનાવ્યો ચોંકાવનારો રિપોર્ટ


શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતાએ તેની 9 વર્ષની પુત્રી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતાં ચકચાર મચી ગઇ છે. 17 મી જુનના દિવસે બપોરના સમયે જ્યારે પુત્રી ઘરમાં એકલી હતી, તે દરમિયાન હવસખોર પિતાની નજર આ માસૂમ બાળકી પર પડી હતી. તેણે પોતાની હવસની ભૂખ સંતોષવા માટે તેણે પોતાની પુત્રીને જ ભોગ બનાવી.


વિવાદો સાથે સંજીવ ભટ્ટનો જૂનો નાતો છે, પીએમ મોદી સામે વ્હોરી લીધી હતી દુશ્મની


પોલીસનું કહેવું છે કે, જ્યારે ઘટના બની તે દિવસે વહેલી સવારે આરોપીનો ઝઘડો તેની પત્ની સાથે થયો હતો. તેથી તેની પત્ની રિસાઈને પોતાની બહેનને ત્યાં ચાલી ગઇ હતી. જ્યારે ઘરમાં આરોપી અને તેના ત્રણ પુત્રો હાજર હતા જોકે બપોરના સમયે જ્યારે આ નવ વર્ષની બાળકી એકલી હતી તે દરમિયાન આરોપી પિતા એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. જોકે ભારતીય સમગ્ર ઘટનાની જાણ તેની નાનીને કરતાં જ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 


ડરથી કાંપતી PGની પીડિત યુવતીએ ફરિયાદમાં લખાવ્યું, હું દવા લઈને સૂઈ ગઈ હતી, તેથી...’


આરોપી પિતા છૂટક મજૂરી કામ કરતો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપેલ છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :