ગૌરવ દવે/રાજકોટ :આપણે સૌ સભ્ય સમાજની વાતો કરીએ છીએ. પણ શું આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તેની આપણને જાણ છે? રાજકોટમાં બાપ-દીકરીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 7 વર્ષથી સગી દીકરીનો દેહ અન્ય કોઈ નહિ પરંતુ પોતાનો જ બાપ પિંખતો હતો. દીકરીની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી અને ડોક્ટરે 18 વર્ષની દીકરી પ્રેગ્નન્ટ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી મુજબ, શનિવારે માતા અને પુત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. દીકરીની હાલત જોઈ અને ડોક્ટરો પણ હચમચી ગયા હતા. કારણ એવું હતું કે, દીકરીનું બ્લીડીંગ બંધ નહોતું થતું. ઈમરજન્સી સારવાર આપ્યા બાદ ડોક્ટરે પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા સગર્ભા હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરને એમ હતું કે, 18 વર્ષની દીકરી છે તો બોયફ્રેન્ડ સાથેના સંબંધમાં આવું બન્યું હોઈ શકે. જેથી ડોક્ટરને એમ હતું કે તેની માતા તેને ઠપકો આપશે. જોકે ડોક્ટરે દીકરી અને તેની માતાને પ્રેગનન્ટ હોવાની જાણ કરતા જ બંને રડી પડ્યા હતા. ડોક્ટરે દીકરીને પૂછતાં દીકરીએ કહ્યું, મારી જિંદગી મારા જ પિતાએ બગડી નાંખી. આ શબ્દો સાંભળતા ડોક્ટરના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસને જાણ કરી હતી. આ ઘટના સામે આવતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો અને યુવતીના પિતા સામે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધી આરોપી પિતાની અયકાયત કરી હતી. 


આ પણ વાંચો : મોટો ધડાકો : અનંત પટેલ પર હુમલા પહેલા રિન્કુ આહીરે ભીડ એકઠી કરવા કર્યો હતો મેસેજ


રાજકોટના વકીલો આરોપીનો કેસ નહિ લડે-અર્જુન પટેલ
રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ કેસમાં આરોપી પિતાનો કેસ નહિ લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુન પટેલે કહ્યું હતું કે, બાપ-દીકરીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી છે. પરંતુ રાજકોટના વકીલો આ આરોપીનો કેસ નહિ લડે. પોક્સોની કલમ 5 અને દુષ્કર્મની કલમ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજા છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી કડક સજા કરવી જોઈએ. 


આ પણ વાંચો : ચૂંટણીમાં વિકાસ કાર્યોથી જનતાને આકર્ષવાની ભાજપની સ્ટ્રેટેજી આ વખતે કામ કરશે? 



સમાજ કઈ દિશામાં ? સમાજ સેવકો જાગો - રાજુ જુંજા
આ કિસ્સો પ્રકાશમાં આવતા સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા છે. રાજકોટના સામાજિક આગેવાન રાજુ જુંજાએ જણાવ્યું હતું કે, આપણે સભ્ય સમાજની વાતો કરીએ છીએ. પણ આપણા સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે પણ જોવું જરૂરી છે. આવા હેવાન લોકો સમાજમાં બાપ-દીકરીના સંબંધો પર લાંછન લગાવે છે. આ અંગે સરકારે કડક સજા થાય અને કેસ વહેલો ચાલે તેવા પ્રયાસ કરવા જોઈએ. સાથે જ સમાજના આગેવાનોએ પણ આવા કિસ્સામાંથી શીખ લઈ અને સમાજને સાચી સ્થિતિ બતાવવી જોઈએ.