પિતાના સંબંધમાં છુપાયો બળાત્કારી, લખતા પણ હાથ ધ્રુજે એવો સુરતનો કિસ્સો
સુરત (Surat)ના સલાબતપુરા વિસ્તારમાં સાવકા પિતા (Father)એ જ પોતાની ૧૩ વર્ષીય પુત્રી પર વારંવાર બળાત્કાર (Rape) ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે. પિતાથી ત્રસ્ત થઈને ઘરેથી ભાગી ગયેલી કિશોરીને પોલીસેસ પકડીને પુછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી.
સુરત/ચેતન પટેલ : સુરત (Surat)ના સલાબતપુરા વિસ્તારમાં સાવકા પિતા (Father)એ જ પોતાની ૧૩ વર્ષીય પુત્રી પર વારંવાર બળાત્કાર (Rape) ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે. પિતાથી ત્રસ્ત થઈને ઘરેથી ભાગી ગયેલી કિશોરીને પોલીસેસ પકડીને પુછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ સાવકા પિતાની પાપલીલાનો ભાંડો ફૂટી જતાં પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. આ બનાવમાં પીડિત કિશોરીનું સુરતની હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાની વિગતો જોઈએ તો સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં રહેતી 13 વર્ષીય કિશોરી ઘરેથી ભાગી છૂટી હતી. આ પછી પરિવારે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કિશોરીની શોધખોળ આરંભી હતી. આ દરમિયાન સલાબતપુરા પોલીસે કિશોરીને પકડી પાડી પુછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસે કિશોરીની કરેલી ઉંડાણપૂર્વકની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે સાવકા પિતા વસીમ કાસીમ શેખ દ્વારા તેણીની સાથે અવારનવાર બદકામ કરવામાં આવતું હતું. આ કિશોરીને ધમકી આપવામાં આવી હતી કે આ બાબતની જાણ માતા અથવા કોઈને કરી છે તો તેને જીવથી મારી નાખવામાં આવશે.
આ મામલામાં સાવકા પિતાના માનસિક ત્રાસ અને દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત કિશોરીએ નાછૂટકે ભાગવું પડ્યું હોવાની સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી. આખરે સાવકા પિતાના પાપનો ભાંડો ફૂટી જતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. હાલમાં પીડિત કિશોરીનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવી આગળની તપાસ શરૂ કરાઈ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....