દીકરીના લગ્ન ઠાઠમાઠથી કરવા મજબૂર પિતાએ કર્યું એવું કામ, કે આખી જિંદગી કલંક બનીને રહી જશે
કેટલાક લોકો એવા છે જેઓ શોખથી ચોરી કરતા હોય છે, કેટલાક એવા જેઓ મહેનત કરવાથી બચવા માટે ચોરી કરે છે, અને કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ મજબૂરીમાં ચોરી કરે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના વર્ધમાન નગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં ૩ દિવસ પહેલા વારાણસીના એક શખ્સે ભગવાનને ચઢાવેલ આભૂષણોની ચોરી કરી હતી અને બાદમાં ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેણે ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છે. પણ પોલીસ તપાસમાં તેની મજબૂરી સામે આવી હતી.
રક્ષિત પંડ્યા/રાજકોટ :કેટલાક લોકો એવા છે જેઓ શોખથી ચોરી કરતા હોય છે, કેટલાક એવા જેઓ મહેનત કરવાથી બચવા માટે ચોરી કરે છે, અને કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ મજબૂરીમાં ચોરી કરે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના વર્ધમાન નગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં ૩ દિવસ પહેલા વારાણસીના એક શખ્સે ભગવાનને ચઢાવેલ આભૂષણોની ચોરી કરી હતી અને બાદમાં ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેણે ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છે. પણ પોલીસ તપાસમાં તેની મજબૂરી સામે આવી હતી.
સુરતમાંથી 1 કરોડના હીરા ચોરનાર હેન્ડસમ ચોર આખરે પકડાયો
કોણ છે આ શખ્સ, શા માટે કરી ચોરી?
રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પદુમનાથ પાઠક મૂળ યુપીના વારાણસીનો રહેવાસી છે. તે છેલ્લા એક મહિનાથી રાજકોટમાં રૂપિયા કમાવવા માટે આવ્યો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, આગામી એકમાસ પછી તેની દીકરીના લગ્ન છે, માટે તે લગ્ન કરાવવા રૂપિયાની જરૂરત હોવાથી કામની શોધમાં રાજકોટ આવ્યો હતો. પરંતુ રાજકોટમાં કોઈ જગ્યાએ નોકરી ન મળતા તેણે આખરે ચોરીને અંજામ આપ્યો હતો અને બાદમાં તે હોટેલ તરફ પરત ફર્યો હતો. જો કે આરોપી રાજકોટથી નાસી જાય તે પહેલા પોલીસ હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસ તપાસમાં તેણે ગુનાની કબૂલાત પણ કરી હતી.
રવિન્દ્ર જાડેજાના ‘હોમ ગ્રાઉન્ડ’માં મોટો જંગ, પત્ની બાદ હવે બહેન પણ કરણી સેનામાં...
રાજકોટના વર્ધમાનનગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાંથી તેણે ભગવાનના આભૂષણની ચોરી કરી હતી. ૩ મેના રોજ આ શખ્સ દ્વારા જૈન દેરાસરમાં પ્રવેશ કરી બાદમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી ભગવાનના કપાળ પર રહેલ આભૂષણને ચોરી ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. શોધખોળ બાદ આ શખ્સ રાજકોટની એક હોટેલમાં મળી આવ્યો હતો. તેની પાસેથી આભૂષણ પણ મળી આવ્યું હતું.
ઝૂમાં એક્સચેન્જ ઓફર, 8 સિંહો સક્કરબાગને કરશે બાય બાય કરીને નવા પાંજરામાં પૂરાશે
ઉલેખ્ખનીય છે કે, એક દીકરીના લગ્ન ધામધૂમથી કરાવવાનું સપનુ પૂરુ કરવા માટે એક મજબૂર પિતાને ચોરીનો માર્ગ અપનાવવો પડ્યો હતો. અંતે તેને જેલમાં જવાનો વારો આવ્યો હતો.