ચેતન પટેલ/ સુરત: સુરત ટ્રાફિક પોલીસની મદદમાં કામગીરી કરતો પૂર્વ ટીઆરબી જવાનની તેના વિસ્તારના મકાનમાંથી 9 તારીખે બપોરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જો કે, પીએમ દરમીયાન યુવકનું ગળુ દબાવી હત્યા કર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી તો હત્યા બીજા કોઈ નથી પણ તેના પિતાએ જ કરી હોવાનું સામે આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ચોક બજારમાં પૂર્વ TRB જવાનની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. પિતાએ પોલીસને સમગ્ર ઘટના આપઘાત હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે લાશનું પંચનામું કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યા હતા. પોલીસે હત્યારા પિતાની પૂછપરછ કરી હતી કે, લાશ નીચે કોણે ઉતારી. ત્યારે પિતાએ કહ્યું હતું કે, પોતે પંખામાંથી નીચે ઉતારી છે. પોલીસે પૂછપરછ કરી કે, શેનાથી આપઘાત કર્યો હતો. પિતાએ જણાવ્યું કે, સાડીને પંખામાં લટકાવી આપઘાત કર્યો છે. પરંતુ પુત્રના ગળામાં દોરીના નિશાનથી ઇજા થઇ હતી અને સાડીથી ઇજા થઇ શકતી નથી.


ઓનલાઈન ખરીદી કરતા ચેતજો, 20 લાખ લોકોનો ડેટા હેક થઈ ચૂક્યો છે તમારો ડેટા ચોરાઈ ના જાય


જેથી પોલીસે પીએમ કરાવ્યું હતું. જેમાં પીએમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો કે તેને દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક પિતાને ડિટેન કરી પૂછપરછ શરૂ કરી, ત્યારે પિતા ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં પિતાએ પુત્રની હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે PM રિપોર્ટમાં ભાંડો ફૂટી જતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સાપુતારાના સનસેટ પોઈન્ટ પર જતા પહેલા સો વાર વિચારજો, કારનો વિચિત્ર અકસ્માત સર્જાયો


પુત્ર પહેલા TRB પોલીસમાં નોકરી કરતો હતો. નોકરી છૂટી જતા ટેક્સટાઇલમાં કામકાજ કરતો હતો. પુત્રની પત્ની સાથે છૂટાછેડા થયા હતા એટલે માનસિક તાણમાં આવી દારૂના રવાડે ચઢ્યો હતો અને વારંવાર પિતા પાસે રૂપિયાની માંગણી કરતો હતો. પુત્રના આ પ્રકારના વ્યવહારથી તંગ આવી પિતાએ દોરી વડે ગળે ફાંસો આપી હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની આકરી પૂછપરછ અને PM રિપોર્ટમાં ભાંડો ફૂટી જતા પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.


અમદાવાદના આ વિસ્તારમાં નિકળશે પરંપરાગત 137 મી પલ્લી, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ કરશે યાત્રાના દર્શન


હત્યા કરવા પાછળનું કારણ એવું પ્રાથમિક જાણવા મળ્યું કે છોકરાને TRB માં નોકરી છૂટી ગઈ હતી. બાદમાં ટેલ્સટાઇલમાં નોકરી કરતો હતો જેથી તે પણ કોરોનામાં નોકરી છૂટી ગઈ હતી. જેથી આ મૃતક યુવક ઘણા સમયથી હતાશ હતો અને પિતા પાસે સતત રૂપિયા માંગતો હતો અને ઝગડો કરતો હતો. ત્યારે કંટાળીને પિતાએ આવેશમાં આવીને હત્યા કરી દીધી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube